વડાપ્રધાનશ નરેન્દ્ર મોદી દ્વારા 28 ઓગસ્ટના ભુજ કચ્છ ખાતે સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિવન મેમોરિયલ પ્રોજેકટને તા. 23/09/2022 થી જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે. સોમવાર સિવાય દરરોજ મુલાકાતીઓ સ્મૃતિવનની મુલાકાત લઇ શકશે. વોકર્સ/જોગર્સ માટે સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી નિ:શુલ્ક પ્રવેશ રહેશે તો અન્ય મુલાકાતીઓ માટે પ્રવેશમાં વિવિધ દર નક્કી કરવામાં આવ્યા છે.
સ્મૃતિવન જોવા કેટલી ચૂકવવી પડશે ફી?
સ્મૃતિ વનની મુલાકાત લેતા લોકો માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, ગાંઘીનગર (GSDMA) દ્વારા નકકી કરવામાં આવેલ દર મુજબ પ્રવેશ ફી રૂ. 20, મ્યુઝિયમ મુલાકાતીઓ માટેની ટીકીટ રૂ. 300, 12 વર્ષથી નિચેના બાળકો માટે ટીકીટ રૂ. 100 તો 5 વર્ષથી નિચેના બાળકો માટે વિનામુલ્યે પ્રવેશ રહેશે. સાથે જ કોલેજના વિઘાર્થીઓ માટે ટીકીટ રૂ. 150 રહેશે જે માટે કોલેજના ઓળખપત્ર દર્શાવવું અનિવાર્ય રહેશે. આ ઉપરાંત પોતાનું વાહન પાર્ક કરવા પણ પાર્કીંગ શુલ્ક ચુકવવાના રહેશે.
શું રહેશે સ્મૃતિ વનની મુલાકાતનું સમય?
મુલાકાતીઓ માટે ઉનાળાની ઋતુમાં 16 માર્ચથી 15 સપ્ટેમ્બર સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી તેમજ સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. શિયાળાની ઋતુમાં 16 સપ્ટેમ્બરથી 15 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મ્યુઝિયમ ખુલ્લુ રહેશે, તેવું જીલ્લા વહિવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રીજનલ સાયન્સ સેન્ટર માટે અલગથી પ્રવેશ ફી ચૂકવવાની રહેશે
સ્મૃતિવન મ્યુઝિયમ ઉપરાંત તેની પાછળ જ ભુજીયા ડુંગર પર બનેલું રીજનલ સાયન્સ સેન્ટર પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સાયન્સ સેન્ટરમાં બનેલી ગેલેરીઓ જોવા રૂ. 20 જેવો ચાર્જ નક્કી કરાયો છે. તો સાથે જ તેના બનાવેલી વિવિધ ત્રણ સિમ્યુલેટર રાઇડમાં બેસવા રૂ. 150 અને રજાના દિવસોમાં ડબલ ચાર્જ ચૂકવવાનું રહેશે.
તમારા શહેરમાંથી (કચ્છ - ભુજ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર