Bollywood actress Richa Chadha controvercy twitt - રિચા ચઢ્ઢાએ વિવાદિત ટ્વીટ અંગે માંગી માફી


મુંબઈઃ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પોતાના એક ટ્વીટ બાદ વિવાદોમાં ફસાઈ ગઈ છે. એક્ટ્રેસે પાકિસ્તાનના કબ્જામાં રહેલા કાશ્મીર (PoK)ને લઈને ટ્વીટ કરી હતી, જેને લઈને વિવાદ શરુ થયો છે. રિચાએ સેનાના અધિકારીના નિવેદનને રિટ્વીટ કરતા ‘ગલવાન સેઝ Hi’ લખ્યુ. હવે સોશિયલ મીડિયા પર રિચા ચઢ્ઢાની આ ટ્વીટની ખૂબ જ આલોચના થઈ રહી છે. ભાજપના નેતાઓ તેને શરમજનક કહી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વિવાદ વધવા પર એક્ટ્રેસે અન્ય એક નિવેદન આપીને માફી માંગી છે.

રિચા ચઢ્ઢાએ માંગી માફી

આ મામલે વિવાદ વધતા જોઈને એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ માફી માંગી છે. તેણીએ એક નિવેદન ટ્વીટ કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે જે ત્રણ શબ્દોથી વિવાદ થઈ રહ્યો છે તેનાથી જો કોઈને ખરાબ લાગી રહ્યુ છે તો હું માફી માંગુ છુ. મારો આ ઈરાદો ક્યારેય ના હોય શકે.

Published by:Hemal Vegda

First published:





Source link

Leave a Comment