Brahmastra: રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’એ બનાવ્યો એક નવો રેકોર્ડ, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પણ પાછળ છોડી


બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ પછી સચચ ચર્ચામાં છે. ફિલ્મે લગભગ 36 કરોડની કમાણીની સાથે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કર્યું હતું અને હજી પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેમજ હવે બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પણ પછાડીને પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવી લીધો છે.

સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

બ્રહ્માસ્ત્ર દુનિયાભરમાં શાનદાર કમાણી કરી રહી છે. રિપોર્ટ્સના અનુસાર, તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 350 કરોડની નજીક છે. તેથી આ ફિલ્મે ધ કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી દીધી છે. કાશ્મીર ફાઈલ્સનું વર્લ્ડવાઈડ કલેક્શન 340 કરોડ હતું, પરંતુ બ્રહ્માસ્ત્રે આ આંકડો પાર કરી દીધો છે અને વર્ષ 2022ની સૌથી વધારે કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચોઃShah Rhuk Khan Brahmastra: બ્રહ્માસ્ત્રમાં આ વ્યક્તિએ શાહરૂખ ખાનના સ્ટંટ કર્યા, ફિલ્મના સેટ પરથી અનસીન તસવીર વાયરલ થઈ

આ મામલામાં હજી પણ કાશ્મીર ફાઈલ્સ કરતાં પાછળ

બ્રહ્માસ્ત્રે વર્લ્ડવાઈડ સ્તરે ભલે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને પાછળ છોડી દીધી છે, પરંતુ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર 252 કરોડની કમાણીની સાથે ધ કાશ્મીર ફાઈલ્સ વર્ષ 2022ની સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ્સના મામલામાં પહેલા નંબર પર છે. તેમજ રણબીરની ફિલ્મ લગભગ 191 કરોડના કલેક્શનની સાથે બીજા નંબર પર, જ્યારે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 185 કરોડની કમાણીની સાથે ત્રીજા નંબર પર છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જે રીતે પર્ફોર્મ કરી રહી છે તે જોતા લાગે છે તે જલ્દી તે વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઈલ્સને પાછળ છોડી દેશે.

8 હજારથી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ

9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી ‘બ્રહ્માસ્ત્ર’ ભારતમાં 5019 તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાર્ગાજુન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના હજી બે ભાગ આવશે.

Published by:Priyanka Panchal

First published:

Tags: Ranbir Kapoor



Source link

Leave a Comment