કેસની તપાસ કરી રહેલા એસઆઈ માનકલાલના જણાવ્યા અનુસાર, રતનગઢના રહેવાસી નવરતન સાંખલાએ જણાવ્યું કે, 7 ઓગસ્ટના રોજ તે ચુરુમાં તેના સંબંધીઓને મળવા આવ્યો હતો. ત્યાં તેને ઘંટાલનો રહેવાસી કાલુ મળ્યો. કાલુએ તેના લગ્ન કરાવવા માટે ફી તરીકે બે લાખ રૂપિયા લેવાની વાત કરી હતી. 15 ઓગસ્ટના રોજ બપોરે કાલુ કાર લઈને નવરતનના ઘરે આવ્યો હતો. તેણે કહ્યું કે, તે એક ગરીબ પરિવારને ઓળખે છે, જે તેમની દિકરીના લગ્ન કરાવવા માંગે છે. પરિવાર ગરીબ છે, તેથી તમારે લગ્નનો ખર્ચ ઉઠાવવો પડશે. નવરતને તેને બે લાખ રૂપિયા આપ્યા હતા. 17 ઓગસ્ટની રાત્રે કાલુ તેના પાર્ટનર મુકેશ સાથે કાર લઈને તેના ઘરે આવ્યો હતો. નવરતનના મામા જોધરાજ, ફનફા મોહનલાલ, લાલચંદ, ભત્રીજો મોહિત અને નવરતનને કારમાં બેસાડીને રાત્રે અલીગઢ લઈ ગયો હતો.
આ પણ વાંચો: મૃત્યુ બાદ લાશને દોઢ વર્ષ સુધી ઘરમાં મમીની જેમ સાચવીને રાખી, રુંઆટા ઉભા કરી દે તેવી ઘટના
18 ઓગસ્ટે સવારે તે તમામ લોકોને એક ઘરે લઈ ગયો હતો. કાલુએ યુવતીનો પરિચય કરાવ્યો અને તેનું નામ પ્રિયંકા ચૌહાણ (ઉંમર 28) જણાવ્યું હતું. જ્યારે છોકરીને લગ્ન માટે તેની સહમતિ પૂછવામાં આવી, ત્યારે તેણે સહમતિ આપી અને કહ્યું કે છોકરો પસંદ છે. પછી બધાએ કોર્ટમાં જઈને લગ્ન કરાવ્યા હતા. જે બાદ તે 19મી ઓગસ્ટે સવારે લગભગ 4 વાગે પ્રિયંકા ચૌહાણને તેના ઘરે લઈ આવ્યો હતો.
પીડિત પતિએ પોલીસને દુલ્હનનો એક વીડિયો પણ બતાવ્યો જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. પીડિતાએ કહ્યું કે અમને કોઈ શંકા નહોતી કે તે ભાગી જશે. નવરતને કહ્યું, છ દિવસ પછી 24 ઓગસ્ટની રાત્રે અમે જમીને સૂઈ ગયા હતા. રાત્રે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે પ્રિયંકા તેના સાથી સાથે રૂમમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને 50 હજાર રૂપિયા લઈને ભાગી ગઈ હતી.
પીડિતા નવરતને જણાવ્યું કે, પ્રિયંકા ચૌહાણ ભાગી ગઇ તે બાદ જ્યારે તેણે દલાલોનો સંપર્ક કર્યો ત્યારે તેણે કહ્યું કે અમારું કામ લગ્ન કરવાનું છે. યુવતી ટકશે કે નહીં તેની અમારી કોઇ ગેરન્ટી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Crime news, National news