BSE Sensex Today will market continue to downward what are the factors will affect most


મુંબઈઃ ભારતીય શેરબજાર (Indian Stock market) આજે શુક્રવારે સતત ત્રીજા દિવસે ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે. ગ્લોબલ માર્કેટના નબળા સંકેતોથી આજે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડર તરફ વધી શકે છે અને તેના કારણે લોકો પ્રોફ્ટિ બુકિંગ કરવા તરફ વળી શકે છે જે માર્કેટમાં ઘટાડાનું મોટું કારણ બની શકે છે. વાત કરીએ સેન્સેક્સ (BSE SENSEX) અને નિફ્ટીના (NIFTY) છેલ્લા સત્રની તો સેન્સેક્સ 400 અંકથી વધુ તૂટીને 59,934 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 120 અંક તૂટીને 17,877 પહોંચી ગઈ હતી. નિષ્ણાતોનું અનુમાન છે કે આજના કારોબારમાં પણ રોકાણકારો પર દબાણ રહેશે અને તેઓ વેચાણ તરફ જઈ શકે છે. ચાલુ સપ્તાહમાં આ સતત ત્રીજો દિવસ હશે જ્યારે બજાર ઘટશે. છેલ્લા બે સત્રમાં સેન્સેક્સમાં લગભગ 634 પોઈન્ટનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ આ શેરે 2 મહિનામાં રોકાણકારોની સંપત્તિ પાંચ ગણી કરી, હજુ કેટલો વધી શકે?

અમેરિકાના માર્કેટમાં અફરા તફરી


અમેરિકામાંમાં ફુગાવો અને બેરોજગારી પછી બોન્ડ યીલ્ડમાં વધારો થયા બાદ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં મોટા વધારાના સંકેત આપ્યા બાદ રોકાણકારોનું વલણ ખૂબ જ નિરાશાજનક બન્યું છે અને તેઓએ છેલ્લા સત્રમાં ભારે વેચવાલી કરી હતી. આને કારણે યુએસનું મુખ્ય શેરબજાર ડાઉ જોન્સ 0.56% ગબડ્યું હતું, જ્યારે S&P 500 1.13% ના નુકસાન સાથે બંધ થયું હતું અને Nasdaq પણ 1.43% તૂટ્યું હતું.

અમેરિકાના પગલે ચાલતા યુરોપના મોટાભાગના શેરબજારોમાં પણ છેલ્લા સત્ર દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.55 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.04 ટકા તૂટ્યું હતું. જોકે, આ સમયગાળા દરમિયાન લંડન સ્ટોક એક્સચેન્જમાં 0.07 ટકાનો થોડો વધારો થયો હતો.

આ પણ વાંચોઃ લાંબાગાળાની વાત છોડો આ શેરે તો એક જ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા

એશિયન બજારો પણ ઘટ્યા છે

એશિયાના મોટાભાગના શેરબજારો ખોટમાં ટ્રેડ થઈ રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.55 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કેઈ 1.02 ટકા નીચે છે. તાઈવાનના શેરબજારમાં 0.82 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.54 ટકા તૂટ્યો છે. ચીનનું શાંઘાઈ કોમ્પોઝિટ શેરબજાર આજે 0.47 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.

વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું હતું

ભારતીય બજારમાંથી સતત નાણાં ઉપાડી રહેલા વિદેશી રોકાણકારોએ છેલ્લા સત્રમાં ભારે વેચવાલી કરી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સત્ર દરમિયાન બજારમાંથી રુ.1,270.68 કરોડ પાછા ખેંચી લીધા હતા એટલે કે આટલા રુપિયાના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ આ જ સમયગાળા દરમિયાન રુ.928.86 કરોડના શેર વેચ્યા હતા, જેના કારણે બજાર ઘટ્યું હતું.

આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

આજે આ શેરો પર નજર રહેશે

નિષ્ણાતો કહે છે કે આજના કારોબારમાં કેટલાક એવા શેર છે, જે મજબૂત દેખાવની અપેક્ષા રાખે છે. આ શેરોને ઉચ્ચ ટકાવારી ડિલિવરી સ્ટોક કહેવામાં આવે છે, જેમાં Whirlpool, Hindustan Unilever, Godrej Consumer Products, Power Grid Corporation અને HDFC જેવી કંપનીઓના શેરનો સમાવેશ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: BSE Sensex, Business news, Nifty 50, Stock market Tips



Source link

Leave a Comment