આ પણ વાંચોઃ ઘરમાં બેઠાં બેઠાં ટોપની વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરીને કઈ રીતે કમાણી કરી શકાય? સમજો
Table of Contents
અમેરિકાના માર્કેટમાં તીવ્ર ઘટાડો
અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે આ મહિને યોજાનારી મીટિંગમાં વધુ એક વખત વ્યાજદર વધારવાની વાત કરી છે, જ્યારે અમેરિકાની દિગ્ગજ ઓટો કંપની ફોર્ડે જણાવ્યું હતું કે ફુગાવાના કારણે તેની કમાણી 1 બિલિયન ડોલર ઘટી જશે, જેના કારણે તેના શેરમાં 12 ટકાનો ઘટાડો આવ્યો હતો. જે 2011 પછીનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ બે ઘટનાઓને કારણે છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 1.01% તૂટ્યો, જ્યારે S&P 500 1.13% ઘટીને બંધ થયો હતો તો ટેક્નોલોજી શેર્સનો ઈન્ડેક્સ Nasdaq Composite પણ 0.95% ના ઘટાડા સાથે બંધ થયો હતો.
આ પણ વાંચોઃ માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક
યુરોપિયન માર્કેટ પણ તૂટ્યું
અમેરિકાના પગલે યુરોપીયન શેરબજારોમાં પણ છેલ્લા સત્રમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ પાછલા સત્રમાં 1.03 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 1.35 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. લંડનનું સ્ટોક એક્સચેન્જ પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.61 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું.
એશિયન માર્કેટ ક્રેશ
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ખોટ સાથે ખુલ્યા હતા અને લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.36 ટકાનો ઘટાડો દર્શાવે છે, જ્યારે જાપાનનો નિક્કી 1.10 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં 0.31 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.81 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે કેવી હોવી જોઇએ નાના રોકાણકારોની નીતિ? જાણો એક ક્લિકમાં
વિદેશી રોકાણકારો બે સત્રમાં કરી ધોમ ખરીદી
ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારો દ્વારા ફરી બે કારોબારી સત્રથી ખરીદીની પ્રક્રિયા હાલ ચાલુ છે અને છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બજારમાં રુ.1,196.19 કરોડનું રોકાણ કર્યું હતું. દરમિયાન, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 131.94 કરોડના શેર ખરીદ્યા છે.
રોકાણકારો આજે આના પર દાવ લગાવે છે
નિષ્ણાતો કહે છે કે બજારમાં ઘટાડા વચ્ચે પણ ઘણા શેર મજબૂત નફો આપવાની ક્ષમતા ધરાવે છે. આવા શેરને હાઈ ડિલિવરી પર્સન્ટેજ કહેવાય છે. આજના ટ્રેડિંગ સેશનમાં પણ ઘણા શેરો હાઈ ડિલિવરી પર્સન્ટેજમાં આવે છે, જેમાં Power Grid Corporation of India, Honeywell Automation, United Breweries, NTPC અને Britannia Industries સહિતના શેર્સ સામેલ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BSE Sensex, Business news, Nifty 50, Share market, Stock market