buy now pay later how beneficial it is know every aspect in detail


બાય નાઉ, પે લેટર (BNPL)નો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. જો તમે ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી કરો છો, તો તમને ક્રેડિટ કાર્ડની સાથે આ વિકલ્પ જોવા મળશે. પેમેન્ટ કરવાના આ વિકલ્પનો અર્થ એ છે કે તમારી પાસે પૈસા ન હોવા છતાં પણ તમે જે તે સમયે ખરીદી કરી શકો છો. જેમાં તમે પહેલા સામાન ખરીદો છો, પછી પૈસાની ચૂકવણી તમારે પછીથી કરવાની રહે છે. પેમેન્ટ કરવા માટે 15થી 45 દિવસનો સમય મળે છે.

Buy Now Pay Laterમાં ફાઇનાન્સ કંપની તમને ટૂંકાગાળાની લોન આપે છે. તેની ખાસ વાત એ છે કે તમને આ લોન થોડી જ સેકન્ડમાં ખરીદી માટે મળી જાય છે. પેમેન્ટની આ પદ્ધતિ દેશમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે અને શોપિંગના શોખીન લોકો વધુને વધુ આ તરફ આકર્ષાઈ રહ્યા છે. માત્ર શોપિંગ જ નહીં, આજકાલ બાય નાઉ પે લેટરનો વિકલ્પ ટ્રાવેલ બુકિંગ, ફૂડ ઓર્ડરિંગ, રાઈડ શેરિંગ પર પણ ઉપલબ્ધ છે.

BNPL કેવી રીતે કામ કરે છે?

મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, તમામ BNPL સર્વિસ પ્રોવાઈડરના કેટલાક નિયમો અને શરતો છે. પ્રથમ વખત BNPL સુવિધાનો ઉપયોગ કરતા ખરીદદારોએ આ સેવા પ્રદાન કરતા પ્લેટફોર્મ પર KYC કરવું પડશે. તો જ શોપિંગ કરી શકાય છે. અમુક રકમ ગ્રાહકે ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવી પડે છે. બાકીના પૈસા એકસાથે અથવા હપ્તામાં ચૂકવી શકાય છે. ખરીદી કર્યા પછી તમારે બાય નાઉ પે લેટર(BNPL) વિકલ્પ પસંદ કરવો પડશે. તમે બેંક ટ્રાન્સફર, ચેક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે દ્વારા ચુકવણી કરી શકો છો.

ખાતામાંથી રકમ કપાશે

જ્યારે તમે Buy Now, Pay Later વિકલ્પ પસંદ કરીને ખરીદી કરો છો, ત્યારે તમને તમારા પૈસા ચૂકવવા માટે થોડો સમય મળે છે. આ સમય સામાન્ય રીતે 15થી 45 દિવસનો હોય છે. પેમેન્ટની નિયત તારીખે તમારા ખાતામાંથી નાણાં કાપવામાં આવે છે. જો તમે પેમેન્ટની તારીખે એકસાથે રકમ ચૂકવવા માંગતા નથી, તો તમે તેને હપ્તાઓમાં પણ ચૂકવી શકો છો.

BNPLએ એવા લોકો માટે પેમેન્ટનો બેસ્ટ વિકલ્પ છે કે જેમની પાસે કંઈક ખરીદવા માટે હાલમાં પૈસા નથી અને તેઓને તેની જરૂર છે. આમાં, વસ્તુ ખરીદ્યા પછી તરત જ પેમેન્ટ કરવાની જરૂર હોતી નથી. તમે ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યાજ વગર પૈસા ચૂકવી શકો છો. આ રીતે ખરીદેલ માલ આપણને મોંઘો પડતો નથી. જો કે, સમયમર્યાદા પૂરી થયા પછી BNPL સુવિધા આપતી કંપની વ્યાજ વસૂલી શકે છે. તેની ક્રેડિટ લિમિટ 500 રૂપિયાથી 30,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તમને લોન ક્ષણભરમાં મળી જાય છે અને ટ્રાન્ઝેક્શન પણ સુરક્ષિત છે. No Cost EMI પણ ઉપલબ્ધ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Investment tips, Online Shopping, Personal finance



Source link

Leave a Comment