શું કહે છે મહિલા પોલીસ સ્ટેશનના ACP
મહિલા પોલીસ સ્ટેશનના ACP રાજેશ બારસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સી ટીમ કામ કરી રહી છે. સી ટીમ શહેરના દરેક પોલીસ સ્ટેશન હેઠળ પેટ્રોલિંગ કરે છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સી ટીમમાં ફરજ બજાવતા જાગૃતિબેનને 17 તારીખે ફોન આવ્યો હતો. ફોનમાં એવું જણાવ્યું હતું કે, હું ખૂબ ડિપ્રેશનમાં છું, આપઘાત કરવાના વિચારો આવી રહ્યા છે. આથી જાગૃતિબેને કહ્યું કે તમે ક્યા છો. આથી સામેવાળી વ્યક્તિએ કહ્યું કે, હું ભક્તિનગર સર્કલ પાસે છું. જેથી જાગૃતિબેન ત્યા ગયા તો 17 વર્ષની બાળા મળી આવી હતી.
જાગૃતિબેને સગીરાને ડિપ્રેશનમાંથી બહાર લાવ્યા
રાજેશ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે બાદમાં બાળાએ જાગૃતિબેનને સઘળી વિગત જણાવતા કહ્યું હતું કે, એક સન્ની નામનો યુવાન છે તે મારી પાછળ પીછો કરે છે, મને હેરાન-પરેશાન કરે છે. મારી પર સિગારેટ પીને નાખે છે. જેથી જાગૃતિબેને બાળાને પોલીસ સ્ટેશન લઈ જઈને તેને સાંત્વના આપી હતી. સારુ કાઉન્સેલિંગ કરી, તેમના માતા-પિતાને બોલાવી સારી રીતે સમજાવી ડિપ્રેશનમાંથી બહાર લાવ્યા હતા. તેમજ સન્ની નરેશભાઈ પરમાર કરીને જે આરોપી છે તેને પોલીસ સ્ટેશન લાવી તેની વિરૂદ્ધ પોક્સો, આઇપીસી કલમ 354 (6), 354 (2), 323, 509, 506 તથા પોકસો કલમ- 12 મુજબ ગુનો દાખલ કરી જેલહવાલે કર્યો છે.
સી ટીમનો કેવી રીતે થાય છે સંપર્ક
રાજેશ બારસિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સી ટીમના જે કર્મચારીઓ છે તેના વિસ્તારની અંદર મોટાભાગે મહિલાઓ, સિનિયર સિટીઝનો એ રીતે દરેક જગ્યાએ સી ટીમના વિભાગો પાડેલા છે. તેમજ અમુક અમુક જગ્યાએ નંબરો આપેલા છે. મહિલાઓ અંતગર્ત સી ટીમના કાર્યક્રમો થતા હોય ત્યારે તેઓ પોતાના નંબર શેર કરતા હોય છે અને મહિલાઓ નંબર સેવ કરી લે છે. આ રીતે સી ટીમનો પીડિતાઓ સંપર્ક કરે છે. સગીરા આવતી-જતી ત્યારે આ આરોપી પીછો કરતો અને દરજી કામ કરતો હતો. આથી સગીરાને લાગેલ કે પોતાની છેડતી કરતો હોય જેથી સી ટીમનો સંપર્ક કર્યો હતો. રોમિયોગીરી કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat police, Latest News Rajkot, Rajkot Crime, Rajkot police, Rajkot Samachar