ચૂંટણી જાહેર થાય એટલે ભાજપના ધારાસભ્યો ટિકિટ માટે દોડાદોડી કરવાના છે. કોને ટિકીટ મળશે અને કોણ કપાશે તે પહેલાં કેબિનેટના સભ્યો અને પાર્ટીના ધારાસભ્યોએ મુખ્યમંત્રીના બંગલે ભોજનનો સ્વાદ માણ્યો છે. બે દિવસના સત્રનો 22મી સપ્ટેમ્બરે અંતિમ દિવસ છે.
આમ પણ વિધાનસભાનું સત્ર હોય એટલે ધારાસભ્યોને સામાન્યરીતે મુખ્યમંત્રી સાચવતા હોય છે. 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ટિકિટ માટેના વચન તો આપી શકતા નથી પરંતુ સરકારી ભોજન કરાવી શકે છે. ગુજરાતમાં જ્યારે આચાર સંહિતા લાગુ થઇ જશે તે દિવસથી આવા સ્નેહમિલન બંધ થઇ જશે અને જનતાને લોભામણાં વચનો આપવાનું પણ બંધ કરી દેવાશે.
આ પણ વાંચો- ડી કંપનીનું સુરત કનેક્શન: ફઇમ મચમચનો સાગરીત ફુકરાન સૈયદ પિસ્તોલ સાથે સુરતમાંથી ઝડપાયો
આચાર સંહિતા પછી સરકારી ગાડીઓ પાર્ટીના કામમાં કે ચૂંટણી પ્રચારમાં લઇ જઇ શકાશે નહીં. સરકારી સરકીટ હાઉસમાં પણ રાજકીય બેઠકો થઇ શકશે નહીં. સરકાર ચૂંટણી પંચના પરમિશન વિના કોઇ બદલી કરી નહીં શકે. વિધાનસભાનું સત્ર હોવાથી તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં રાત્રિ નિવાસ કરવાના હોવાથી મુખ્યમંત્રીએ આ ભોજન સમારોહ રાખ્યો હતો.
આ પણ વાંચો- પંચમહાલથી સાઉથ કોરિયા સુધી ફર્યો ગુજરાતની દીકરીનો કીર્તિરથ
મુખ્યમંત્રી ચૂંટણી પહેલાં 18 જેટલા સમાજના સ્નેહમિલન કરી ચૂક્યાં છે અને હવે તેઓએ તેમની પાર્ટીના ધારાસભ્યો સાથે ડીનર ડિપ્લોમસી કરી સ્નેહમિલન કર્યું છે. હવે પછી ભાજપના ક્યા ધારાસભ્ય વિધાનસભામાં હશે ક્યા ધારાસભ્ય ઘેર બેઠાં હશે તે નિશ્ચિત નથી.
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections, ગાંધીનગર, ગુજરાત