cattle rearer strike not milk sale in Gujarat


અમદાવાદ: માલધારી સમાજ દ્વારા આજે બુધવારે 21 તારીખે દૂધની હડતાળ પાળવામાં આવી છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, અમારી તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. ત્યારે રાજ્યમાં ગઇકાલ બપોર બાદ લોકોમાં ફફડાટ મચી ગયો હતો કે, બુધવારે દૂધ નહીં મળે. જેના કારણે મોટાભાગના લોકોએ મંગળવારે જ બુધવાર માટેનું દૂઘ સ્ટોર કરી લીધું હતુ. જોકે, આજે સવારે દૂધ રાબેતા મુજબ મળી રહી છે.

રાજ્યનાં મોટા શહેરો અમદાવાદ, વડોદરામાં દૂધનું વેચાણ થઇ રહ્યુ છે. લોકોને કોઇપણ હાલાકી વગર સરળતાથી દૂધ મળી રહ્યુ છે.

નોંધનીય છે કે, માલધારી સમાજના આગેવાન નાગજીભાઇ દેસાઇએ આ અંગે જણાવ્યુ હતુ કે, અમારું આંદોલન ચાલુ જ છે અને રહેશે. 21 તારીખે દૂધની હડતાળ પાળવામાં આવશે અને 22 તારીખે ગાયને ગોળના લાડવા ખવડાવવામાં આવશે.

આમારી તમામ માગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. સરકારે માત્ર એક માંગ સ્વીકારી છે પરંતુ સમાજ ઇચ્છે છે કે અમારી તમામ 11 માંગણીઓ સરકારે સ્વીકારવી પડશે. બુધવારે મળનાર વિધાનસભાના બે દિવસના ટૂંકા વિશેષ સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે.

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસના કારણે હાઈકોર્ટની લાલઆંખ બાદ સરકારે તાત્કાલિક કાયદો ઘડ્યો હતો. સરકાર તરફ રાહતની અપેક્ષાની સામે સરકારે કડક કાયદાની અમલવારીની જાહેરાત કરતા માલધારી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે. માલધારી સમાજે 21 તારીખે દૂધની હડતાળ અને 22 તારીખે ગાયને ગોળના લાડવા ખવડાવવાની જાહેરાત કરી છે.

અમદાવાદ: મકાનના ધાબા પરથી 9 મહિલા ઝડપાઇ, કરતી હતી ન કરવાનું કામ

સુરતમાં બુધવારે માલધારી સમાજના આંદોલનના નામે અસમાજિકતત્વો બેફામ બન્યા હતા અને સુમુલ ડેરીની બહાર દૂધની ગાડી રોકી અંદર ભરેલા દૂધને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ કેટલાક અસામાજીક તત્વોએ કેટલીક દૂધની થેલીઓ હવામાં ઉડાવી હતી. દરમિયાન કેટલાક દૂધના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. દૂધની ગાડીના કાંચ તોડી નાંખામાં આવ્યા હતા. દૂધના કેરેટ રસ્તામાં ફેંકી દેવામાં આવ્યા હતા. જોકે માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: અમદાવાદ, ગુજરાત





Source link

Leave a Comment