Parth Patel, Ahmedabad: અમદાવાદ ખાતે આવેલી નિરમા યુનિવર્સિટી દ્વારા દર વર્ષે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી, નિરમા યુનિવર્સિટી દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રોસ્ટ્રમ 2022ની ઉજવણી કરવામાં આવી હતી.
રોસ્ટ્રમ 2022માં કલાત્મકતાનું અનાવરણ કરવામાં આવ્યું
આ સાથે રોસ્ટ્રમ 2022માં જુદી જુદી કલાત્મકતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સલિલ મહેતા ( અભિનેતા, નિર્માતા, નિર્દેશક) અને આશિષ દેસાઈ (માનદ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, વિદ્યાર્થી વેલ્ફેર બોર્ડ, નિરમા યુનિવર્સિટી) વિદાય સમારંભના પ્રમુખ તરીકે હાજર રહ્યા હતા.
માઈમ, મોનો એક્ટિંગ, મિમિક્રીનું પણ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરાયું
આ ઈવેન્ટમાં ગીત, નૃત્ય, નાટક, એડી-એમએડી, મિસ્ટર એન્ડ મિસ રોસ્ટ્રમ અને સંગીતનાં સાધનોની સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે માઇમ, મોનો એક્ટિંગ, મિમિક્રીનું પણ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
રોસ્ટ્રમમાં એક નવી ઇવેન્ટ PINNACLE ઉમેરવામાં આવી
આ વર્ષે રોસ્ટ્રમમાં એક નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી હતી. જેને PINNACLE નામ આપીને રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મકતા એક્રોબેટિક રચનાઓના સ્વરૂપમાં બતાવવાની તક મળી હતી. આ કાર્યક્રમમાં કુલ 200થી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે સાથે કોલેજના તમામ શિક્ષકો, સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓએ કાર્યક્રમનો ભરપૂર આનંદ માણ્યો હતો.