Chandigarh Viral MMS Case, one more accused arrested


ચંદીગઢઃ દેશમાં ચર્ચાસ્પદ રહેલી ચંદીગઢ યુનિવર્સિટી કાંડને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે આ મામલે હિમાચલ પ્રદેશ પોલીસે શિમલામાંથી વધુ એક યુવકની ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા અન્ય એક આરોપીનું નામ રંકુજ છે અને તેની ઉંમર 31 વર્ષ છે. આરોપી યુવક વીડિયો બનાવનારી વિદ્યાર્થિનીનો મિત્ર છે તેવું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે આરોપી યુવકને ઢલી પોલીસ સ્ટેશન વિસ્તારના ઇન્દ્રનગરમાંથી પકડી પાડ્યો છે.ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશ પોલીસે પહેલાં પણ આ મામલે એક યુવકની ધરપકડ કરી હતી. આ ઘટનાને લઈને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિદ્યાર્થિનીને પહેલાં જ પકડી લેવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ઉચ્ચ તપાસના આદેશ આપ્યાં

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિની કથિત રીતે વીડિયો ઉતારીને તે શિમલાના યુવકને મોકલતી હતી. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ કાંડમાં અફવા ફેલાઈ હતી કે, એક છોકરીએ 60 વિદ્યાર્થિનીઓનો ન્હાતો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે કહ્યુ છે કે, ‘વિદ્યાર્થિનીએ માત્ર પોતાના વીડિયો બોયફ્રેન્ડને મોકલ્યાં છે, અન્ય કોઈના નહીં.’ ઉલ્લેખનીય છે કે, મોહાલીની યુનિવર્સિટીમાં શનિવારે મોડી રાતે આ ઘટના સામે આવતા હોબાળો મચ્યો હતો.

આ પણ વાંચોઃ વિદ્યાર્થિની જેને વીડિયો મોકલતી હતી તેની શિમલામાંથી ધરપકડ

ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશેઃ મુખ્યમંત્રી

કથિત રીતે વીડિયો વાયરલ કરનારી વિદ્યાર્થિની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે છોકરીઓનો વીડિયો ઉતારીને શિમલાના એક યુવકને મોકલતી હતી. પછી તે સોશિયલ મીડિયામાં વાયરલ કરતો હતો. તે યુવક પણ આ યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હોય તેવું બહાર આવ્યું છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી મુખ્યમંત્રી ભગવંત માને પંજાબીમાં ટ્વીટ કર્યુ હતુ કે, ‘ચંદીગઢ યુનિવર્સિટીમાં બનેલી ઘટના વિશે જાણીને દુખ થયું. અમારી દીકરીઓ જ અમારું સન્માન છે. આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે કોઈપણ જવાબદાર હશે તેની સામ કડક પગલાં લેવામાં આવશે.’

અફવાઓ પર વિશ્વાસ ના કરોઃ માન

મુખ્યમંત્રીએ આ મામલે કહ્યુ હતુ કે, આ ઘટનાને લઈને તેઓ જિલ્લા પ્રશાસન સાથે સંપર્કમાં છે. તેમણે જનતાને અપીલ કરતા કહ્યુ છે કે, કોઈપણ અફવા પર વિશ્વાસ ના કરો. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે, આ ઘટનામાં જે કોઈપણ સામેલ હશે તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ, મોહાલીના એસપી વિવેક શીલ સોનીએ કહ્યુ છે કે, વિદ્યાર્થિનીએ પોતાના જ વીડિયો હિમાચલના એક વ્યક્તિને મોકલ્યા છે. તે વ્યક્તિની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે. આ મામલે વિદ્યાર્થિનીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આઇપીસીની કલમ 354 સી અને આઇટી અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ 60 છોકરીઓના નહાતી વખતના MMS વાયરલ

અન્ય કોઈ વિદ્યાર્થિનીનો વીડિયો નથીઃ કાંગ

તો બીજી તરફ, યુનિવર્સિટી પ્રશાસને વિદ્યાર્થિનીઓનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા મામલે તમામ વાતોને ફગાવી દીધી છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ વિભાગના ડાયરેક્ટર ડો. અરવિંદ સિંહ કાંગે કહ્યુ હતુ કે, અમે આ મામલે તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં લાગી કહ્યુ છે કે, અન્ય કોઈ વિદ્યાર્થિનીનો વીડિયો બનાવવામાં નથી આવ્યો. આગળ વધુ સટીક તપાસ માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. વીડિયો શેર કર્યા પછી વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે વાત બિલકુલ ખોટી છે.

મંત્રીએ શાંતિ જાળવવાની અપીલ કરી

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈસે આ મામલે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે, ગુનેગારોને છોડવામાં નહીં આવે. આ બહુ સંવેદનશીલ મુદ્દો છે. અમારી બહેનો-દીકરીઓની ગરીમા સાથે જોડાયેલી વાત છે. આપણે બધા અને મીડિયાએ આ મામલે સાવધાન રહેવાની જરૂર છે. આ આપણાં સમાજની પરીક્ષાનો સમય છે. ત્યાં જ સિનિયર એસપી સોનીએ કહ્યુ છે કે, અફવાઓ પર બિલકુલ ધ્યાન આપશો નહીં.

Published by:Vivek Chudasma

First published:

Tags: Chandigarh city, Chandigarh punjab government



Source link

Leave a Comment