ન્યુઝ18 ગુજરાતી સાથે ગઇકાલે વાતચીતમા ચેતન રાવલે જણાવ્યુ હતું કે ચૂંટણી સમયે રાજીનામું આપ્યું તે એક માત્ર સંયોગ છે. મારા લોહીમાં કોંગ્રસ છે પણ જે કોંગ્રેસમાં મેં કામ કર્યું અને જે કોંગ્રેસ મેં જોઇ છે. તે કોંગ્રેસ આજે રહી નથી. જોકે આજે નીલ સીટી ક્લબ ખાતે ચેતન રાવલ અને અરવિંદ કેજરીવાલની મુલાકાતથી એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. ચેતન રાવલ સાથે તેમની ટીમના કેટલાક સભ્યો પણ મિટિંગમાં સાથે હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મુલાકાત બાદ ચેતન રાવલ આપમાં જોડાશે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચાણક્ય એક્ટિવ, કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ
તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ છોડનાર ચેતન રાવલ પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પ્રબોદ રાવલના પુત્ર છે. પ્રબોદ રાવલનો એક સમય હતો કે કોગ્રેસમાં તેમનો બોલ જીલાતો હતો. કોંગ્રેસ પક્ષમાં ચેતન રાવલ અનેક જવાબાદરી મળી હતી. અમદાવાદ શહેર પ્રમુખથી લઇ પ્રદેશ મહામંત્રી જવાબદારી નિભાવી છે. વિધાનસભા ચૂંટણી પહેલા અગાઉ પણ કોંગ્રેસ ઝટકો મળી ચુક્યાછે. બે દિવસ પહેલા શહેર કોંગ્રેસના સંગઠનમાંથી રાજીનામા ધરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- બેટ દ્વારકામાં નશાના કાળા કારોબારથી બનાવેલી મિલ્કત પર બુલડોઝર ફેરવાયું
જોકે હવે ચેતન રાવલ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે થયેલી મિટિંગે એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા એવી પણ ચર્ચા થઇ રહી છે કે, હવે કોંગ્રેસનું બળ ઘટી રહ્યું છે અને સંગઠનના આંતરિક કલેહથી નેતાઓ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Arvind kejrival, Assembly elections, Assembly elections 2022, Gujarat Politics