Chief Minister’s visit to Mission Green Earth at Anandana Aklavadi.ASC – News18 Gujarati


Salim Chauhan, Anand: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આણંદના આક્લવાડી ખાતે આવેલા શ્રી શ્રી રવિશંકર મહારાજનાં આશ્રમની સૌજન્ય મુલાકાત લઈ સંસ્થા નાં પટાગણ માં વૃક્ષા રોપણ થકી ગ્રીન ગુજરાત મુહિમનો શુભ આરંભ કરાયો.આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું પ્રત્યેક મિનિટ નો સદુપયોગ તેના માટે તેના માટે અમે સતત પ્રય્નશીલ રહીશું.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આર્ટ ઓફ લિવંગ જેવી સંસ્થા ગુજરાતને હરિયાળું બનવાના સંકલ્પ સાથે જોડાય ત્યારે આવા કાર્યક્રમ માં દિવ્ય ઊર્જા સચાર થતો હોય છે.

સી એમ ભૂપેન્દ્ર પટેલેઆ તકે શ્રી શ્રી રવિશંકરનાં આશીર્વાદ સાથે લોકોને વધુ સારી સેવા કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. શ્રી શ્રી રવિશંકર મહારાજે મુખ્યમંત્રીને આવકારતા જણાવ્યું કે ગુજરાતની પ્રગતિ - સમૃદ્ધિ માટે ખૂબ ટૂંકા સમયગાળામાં સારા કર્યો થયા છે.સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ આપણું ગુજરાત હરિયાળું ગુજરાતની મુહિમ માં સહભાગી બનવા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.મુખ્યમંત્રીનું વૈદિકમત્ર ઉચાર અને દિવ્ય ધવની થી સ્વાગત કરવામાં આવ્યુ.

મુખ્યંત્રીશ્રીના હસ્તે આક્લવાડી આશ્રમ ખાતે તુલસી પીપળા એલોવેરા જેવા છોડનું વૃક્ષારોપણ કરીગ્રીન ગુજરાત મુહિમ નો શુભ આરંભ કરાયો.પર્યાવરણ ને બચાવવા આ મિશન ગ્રીન પ્રોજેક્ટ મુહિમ નો પ્રારંભ કરાયોઆપણું ગુજરાત હરિયાળું ગુજરાતનાં મંત્રને સાકાર કરવા એક હજાર કરોડ વૃક્ષો વાવવામાં આવશે.આ વૃક્ષો થકી સુધ્ધ હવા સારો વરસાદ જમીન ધોવાણ જેવા અનેક ફાયદા મળશે.આ પ્રસંગે મુખ્યદડક પંકજ દેસાઈ સાંસદ મિતેષ પટેલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર અને કલેટરશ્રી મનોજ દક્ષિણી અને સંસ્થા નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા.

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Green Zone, Oxygen, Plants



Source link

Leave a Comment