Nidhi Dave, Vadodara: વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ અંતર્ગત વિશ્વા મિત્રીના કિનારે ક્રોક વોકનો પ્રોગ્રામ લાઈફ વિથ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ દ્વારા રાખવા માં આવ્યો હતો. વહેલી સવારે ક્રોક વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 100થી 150 લોકો જોડાયા હતા. આ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ જ હતો કે, વિશ્વામિત્રી નદીમાં અલગ અલગ પ્રકારના મગરો વસે છે, અને કેમ અહીં યા વસે છે, અને આવનારા ભવિષ્યમાં લોકો મગર જેવા પ્રાણીને બચાવી શકે તે હેતુથી ખાસ આ પ્રકારના વોકનું આયોજન કરવામાં આવ્યું.
સંજય સોનીએ જણાવ્યું કે, આ ક્રોક વોકને સિદ્ધાર્થ અમી સાથે મળીને આગળ ધપાવ્યું છે. વડોદરા શહેરનું સૌથી જૂનું હેરિટેજ એટલે મગર. મગર વિશેની માહિતી વડોદરા વાસીઓને આપી. મગર ઈકો સિસ્ટમ માટે કઈ રીતે ઉપયોગી સાબિત થાય છે.
કેમ એ ગંગા, નર્મદા નદી અને ખોડલ માતાનું વાહન છે, ધર્મ અને વૈજ્ઞાનિક રીતે મગરની પવિત્રતા બતાવવામાં આવી. અને જો મગર પાણીની બહાર કિનારે બેઠા હોય તો એને કોઈ પથ્થર ના મારે, ખલેલ ના પહોંચાડે એનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરી. ખાસ કરીને મગર પ્રત્યેની જાગૃતિ કેળવવામાં આવી અને મગરની સૌએ જાળવણી, કેળવણી અને સાચવણી કરવી જોઈએ એવી અપીલ કરવામાં આવી.
હાલમાં મગરની સંખ્યા વડોદરા શહેરમાં વધી રહી છે જે એક ખુશીની વાત કહેવાય. કારણ કે વડોદરા વાસીઓ હવે પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. જેથી વડોદરા શહેર સહિત આખા દેશમાં ઇકો સિસ્ટમ જળવાઈ રહે તેની ખાસ કાળજી લોકોએ જ રાખવાની છે. આ હેરિટેજ વોક રાખવાનો ઉદેશ્ય જ એ છે કે, લોકોને ખબર પડે કે કેવી રીતે પ્રાણીઓનું જીવે છે અને કેવી રીતે આપણા દ્વારા એ લોકોને નુકશાન પહોંચી રહ્યું છે.