સાયક્લોથોન, વોકેથોન, બ્લડ ડોનેશન, સેમિનારનું આયોજન કરાશે
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ 2010 થી વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરતું આવ્યું છે. ત્યારે આ વખતે પણ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે અનેક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં સાયક્લોથોન, વોકેથોન, બ્લડ ડોનેશન તથા સેમિનારનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકોને હૃદયના આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. જેના માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે ની ઉજવણી કરવામાં આવે છે. હૃદય સંબંધિત રોગોથી દર વર્ષે સૌથી વધુ લોકો મૃત્યુનું કારણ બને છે. લોકો તેના સામાન્ય લક્ષણો તરફ ધ્યાન આપતા નથી અને બાદમાં તે જીવલેણ સ્વરૂપ ધારણ કરે છે.
હૃદયરોગના મુખ્ય લક્ષણોમાં છાતીનો દુખાવો, વધુ પડતો પરસેવો, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે છે
હૃદયરોગના મુખ્ય લક્ષણોમાં છાતીનો દુખાવો, ગળામાં-જડબામાં દુખાવો, વધુ પડતો પરસેવો, ચક્કર આવવા, ઉલટી-ઉબકા અને ગેસ, પગમાં સોજો, હાઈ બ્લડ પ્રેશર, હાઈ બ્લડ સુગર, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે છે. જેને સમયાંતરે ઓળખવા જરૂરી છે. આ ઉજવણી નિમિત્તે આશરે 1500 થી પણ વધારે લોકો જોડાશે.આ સાયક્લોથોન અને વોકેથોન સ્પર્ધામાં ભાગ લેનાર તમામ પ્રતિનિધિને સંસ્થા દ્વારા ટીશર્ટ, ઈ-પ્રમાણપત્ર, એનર્જી ડ્રીંક, હાઇડ્રેશન વગેરે વસ્તુઓ પણ આપવામાં આવશે. કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન મર્યાદિત સમય માટે હોવાથી વહેલી તકે સંસ્થામાં નોંધણી કરાવવાની રહેશે.
રક્તદાન કરી જુઓ સારું લાગશે જેવા સૂત્રો આપવામાં આવ્યા
આ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. રક્તદાન કરવું એ ખુશીનો અનુભવ છે. રક્તદાન કરી જુઓ સારું લાગશે જેવા સૂત્રો પણ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સવારે 8.30 કલાકે સેમિનારનું આયોજન પણ કરવામાં આવેલું છે. જેનો મુખ્ય વિષય હૃદયની વાત દિલથી રહેશે. આ સેમિનાર ઓડિટોરિયમ, મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે યોજાશે.આ સ્પર્ધાનો રીપોર્ટીગ ટાઈમ સવારે 6.00 કલાકનો છે. જેમાં સાયક્લોથોન સ્પર્ધામાં ભાગ લેનારનો ફ્લેગ ઓફ ટાઈમ સવારે 6.30 કલાકનો રહેશે. જે 16 કિલોમીટર લાંબી રહેશે. આ માટે 15 વર્ષથી નીચેના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. જ્યારે વોકેથોન સ્પર્ધામાં ભાગ લેનારનો ફ્લેગ ઓફ ટાઈમ સવારે 7.00 કલાકનો રહેશે. જે 6 કિલોમીટર લાંબી રહેશે.
સરનામું : મૈરિંગો સિમ્સ હોસ્પિટલ, ઓફ સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Cancer, Cycling, Hospitals, Running