Daily Horoscope 18 September Astrology Prediction


મેષ: 21 માર્ચથી 19 એપ્રિલ

તમારી આસપાસની ઊર્જા થોડી મૂંઝવણભરી લાગી શકે છે, તેથી તમે જે પણ સિદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે તમારા પ્રયાસને સાથ આપશે નહીં. કોઈનું ધ્યાન ખેંચવા માટે તમારે નવી પદ્ધતિ શોધવાની જરૂર પડી શકે છે. ફાઇનાન્સિયલ ક્ષેત્રના લોકોએ ખોટા અર્થઘટનને ટાળવા માટે કાળજીપૂર્વક વાતચીત કરવી આવશ્યક છે. તમારી સ્કિલને અપડેટ કરવાની તીવ્ર ઇચ્છા થઈ શકે છે અને જો તમે આવું કરશો તો તેનાથી પ્રોફેશનલ વિચારો પેદા થઈ શકે છે.

લકી સાઇન - ટેકનીકલર ફોટો

વૃષભ (વૃષભ) : 20 એપ્રિલથી 20 મે

અન્ય લોકોનો અન્યાયનો ભોગ બનેલા જાતકો પાછા ફરવાની નવી વ્યૂહરચના વિશે વિચારી શકે છે. અભિવ્યક્તિઓ અમુક સમયે લાગણીઓને ઓવરરાઇડ કરી શકે છે પરંતુ બીજી વ્યક્તિને પણ તમારી લાગણીઓ વિશે જણાવવું જરૂરી છે. નવી નોકરી શોધતા લોકોને રસપ્રદ તકો દેખાવાનું શરૂ થઈ શકે છે. સંબંધો પ્રાથમિકતા બની શકે છે.

લકી સાઈન - કાર્ડબોર્ડ

મિથુન : 21 મેથી 21 જૂન

તક અથવા પેશનને અનુસરવાનું વિચારી કરી રહેલા લોકો માટે બહોળા પ્રયાસ જરૂરી છે. આગામી દિવસોમાં વધુ વિશ્વસનીય અને પ્રયોગમાં ખરી ઉતરેલી તકનીક દ્વારા કામને પૂર્ણ કરવા માટેનો વિકલ્પ મળી શકે છે. તમે વધુ આત્મવિશ્વાસ અનુભવી શકો છો. છેલ્લા કેટલાક દિવસોથી ઉદભવતી તબીબી સમસ્યા હવે અનુભવાશે નહીં. તમારા જીવનસાથી સૂચન આપશે, જે ધ્યાનમાં લેવા જેવા છે.

લકી સાઇન - સોલો પરફોર્મન્સ

આ પણ વાંચો: ગરીબીમાં જન્મે તો પણ અખૂટ ધન મેળવે છે આ લોકો

કર્ક: 22 જૂનથી 22 જુલાઈ

નવા વિચારોનું વંટોળ જોવા મળી શકે છે, પરંતુ તે દિશાવિહીન જણાય છે. તમે કોઈ ઉદ્યોગ જગતના વરિષ્ઠને મળી શકો છો, જેની સલાહ મદદરૂપ થઈ શકે છે. રોમેન્ટિક સંબંધમાં તમે ખરેખર શું અપેક્ષા રાખો છો? તે વ્યક્ત કરવાની જરૂર પડી શકે છે. ઉપરાંત, તમારા જીવનસાથીને કેટલીક ધારણાઓ હોય તેવું લાગે છે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે.

લકી સાઇન - એન્ટિક વસ્તુ

સિંહ: 23 જુલાઈથી 22 ઓગસ્ટ

તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન અંગે હવે લોકોને અનુમાન થઈ શકે છે. તમે તમારી આસપાસના કેટલાક લોકોને હેરાન પણ કરી રહ્યા હશો. તમારો ઇરાદો હકારાત્મક હોવા છતાં, વાતચીત કરવાની પદ્ધતિમાં પરિવર્તનની જરૂર છે. તમારી પાસે ઓથોરિટી હશે તો ટૂંક સમયમાં તમારી પાસેથી સરકી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જોખમમાં મુકાયેલા વ્યવસાયમાં સુધારો જોવા મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રમાં કામ કરનારાઓ થોડી સારી પ્રગતિ કરી શકે છે.

લકી સાઈન - રોલર

કન્યા: 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર

ભૂતકાળની કેટલીક મજબૂત છાપ તમારા નવા અભિગમને પ્રભાવિત કરી શકે છે. તમે તમારા ભાવિ પ્લાનિંગનું ફરીથી પ્લાનિંગ કરવા માટે આઉટ સોર્સ સુધી પહોંચી શકો છો. તમે ચિંતાની બાબતોમાં સ્પષ્ટતા મેળવવા માટે સમર્થ ન હોવ તો આવા સોર્સ સુધી પહોંચવું સારું છે. કેટલીક સારી નાણાકીય પ્રગતિ તમને પાટા પર પાછા લાવી શકે છે. આગળ પ્રવાસનું પ્લાનિંગ હોય તો આયોજન કરવું હિતાવહ છે.

લકી સાઈન - મધમાખી

તુલા: 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર

તમારી સ્કિલ્સની હવે વ્યાપકપણે સ્વીકૃતી અને પ્રશંસા થવાનું શરૂ થઈ શકે છે. તમારી નિસ્તેજ દિનચર્યા ટૂંક સમયમાં વ્યસ્ત દિનચર્યામાં બદલાઈ શકે છે. તમે તમારી રુચિને અનુરૂપ નવી તક શોધી રહ્યા હશો, તો કોઈ નજીકના વ્યક્તિએ લીડ સૂચવી શકો છો. વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. આ પરિવર્તન વધુ સારા માટે અને મોટે ભાગે મનની અંદરથી હશે.

લકી સાઈન - લાલ ફૂલ

વૃશ્ચિક: 24 ઓક્ટોબરથી 21 નવેમ્બર

ભૂતકાળમાં લેવાયેલા નિર્ણયોથી પણ હકારાત્મક પરિણામો મળ્યાં છે, તે વાત તમે વહેલા મોડા સ્વીકારશો. અમુક સમયે વ્યક્તિ ચોક્કસ દિશામાં ચાલવાનું પણ નક્કી કરે છે. તમને તમારી પસંદગી પર વિશ્વાસ છે અને હવે તમે અન્ય લોકોને પણ સંમત થતા જોઈ શકો છો. નોકરી ધંધે થોડી અશાંતિનો સમય આવશે. ખરાબ વિચારો તમને વારંવાર વિચલિત કરી શકે છે, તેના પર વધુ ધ્યાન આપશો નહીં. સીધી લીટીએ આગળ ચાલવાનો સમય પાકી ગયો છે.

લકી સાઈન - તમારું મનપસંદ ડેઝર્ટ

આ પણ વાંચો: ખાસ હોય છે 17 તારીખે જન્‍મેલા લોકો

ધન: 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર

તમારા સંબંધ માટે તમે ભૂતકાળમાં લીધેલા નાના પગલાઓ તકલીફમાં તારણહાર તરીકે કામ કરી શકે છે. કામ વ્યવસ્થાપિત પરંતુ વ્યસ્ત લાગે છે. મલ્ટીપલ ડેડલાઈનમાં કામ કરવું એ તમને થકવી પણ શકે છે. કાનૂની કેસમાં સામેલ જાતકો પોતાના પુરાવા સુરક્ષિત રહે તેનું ધ્યાન રાખે. કેટલાક નજીકના લોકો તમારી આસપાસની ગુપ્ત માહિતી આપી શકે છે.

લકી સાઇન- છોડ

મકર: 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી

તમે જે વિચારી રહ્યા હતા તેના પર આગળ વધવાનો આ સારો સમય હોઈ શકે છે. બિઝનેસ આઈડિયાથી સારા પરિણામ મળી શકે છે. ભાગીદારી તમારી ચિંતાઓને ઘણી હદ સુધી દૂર કરી શકે છે અને સખત મહેનત કરતી વખતે રાહત આપી શકે છે. ઔપચારિક રીતે આવતી વૈવાહિક દરખાસ્ત ફળદાયી સાબિત થઈ શકે છે. તમારું મન સ્પષ્ટ અને વ્યવસ્થિત લાગે તેવી સંભાવના છે. મિત્રો સાથેનું રેન્ડમ પ્લાનિંગ રોગમાં રાહત આપનાર સાબિત થઈ શકે છે.

લકી સાઈન - બ્લ્યુબેરી

કુંભ : 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી

ઉચ્ચ અભ્યાસની યોજના બનાવતી વખતે તમે થોડી અગ્નિપરીક્ષાનો સામનો કરી રહ્યા હશો, પ્રગતિ માટે હવે સમય અનુકૂળ હોઈ શકે છે. ગ્રાન્ટ અથવા સહાય મળી શકે છે. ઘરથી દૂર રહેતા જાતકો હોમ સિકનેસ પણ અનુભવી શકે છે, જોકે, તે ટૂંકમાં જતી રહેશે. હવે કસરતનું રૂટિન સંભવ બની શકે છે. કોઈ પ્રિયજનનું ખરાબ વર્તણૂક તમને ચીડવી શકે છે.

લકી સાઈન - માટીનો પીળો ઘડો

મીન: ફેબ્રુઆરીથી 20 માર્ચ

ફેમિલી ફ્રેન્ડ તરફથી કામ માટે સૂચન આવી શકે છે. સોંપાયેલ કાર્ય પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમને ઇચ્છિત પરિણામ મળી શકે છે. જો કે, હાલમાં ઘણા વિક્ષેપો હોઈ શકે. વિસ્તારના કેટલાક નવા લોકો તમારા વિશે અભિપ્રાય બનાવી શકે છે અને તે તમને થોડો ખલેલ પહોંચાડી શકે છે. ટૂંકો પ્રવાસ રાહત આપનાર સાબિત થઈ શકે છે. આઉટસ્ટેશનનો અનુભવ તમને નવો દ્રષ્ટિકોણ પણ આપી શકે છે

લકી સાઈન - રેશમી કાપડ

Published by:Kaushal Pancholi

First published:

Tags: Aaj nu rashifal, Today horoscope



Source link

Leave a Comment