Table of Contents
અહીં વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા ભણે છે
જી હા, આ શાળા મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે અને આ વિદ્યાર્થીઓ સંસ્કૃતનો પણ અભ્યાસ કરે છે. આ શાળાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ભૂતકાળમાં જિલ્લાના ટોપર રહી ચૂક્યાં છે. આ શાળામાં વિદ્યાર્થીઓ અન્ય વિષયોની સાથે સંસ્કૃતનો અભ્યાસ કરે છે. એક બાબત જે આ શાળાને ખાસ બનાવે છે તે એ છે કે 40 ટકા વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયમાંથી આવે છે.
અહીંના મુસ્લિમ વિદ્યાર્થીઓ કડકડાટ સંસ્કૃત વાંચે છે
બહુમતી સમુદાયના અન્ય વિદ્યાર્થીઓની જેમ આ શાળામાં લઘુમતી વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરે છે. શાળાના આ વિદ્યાર્થીઓ સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવે છે. જ્યાં સુધી મુસ્લિમ વિદ્યાર્થીઓનો સવાલ છે તો તેમને સ્પષ્ટ અને કડકડાટ સંસ્કૃત બોલતા જોઈને દરેકને આશ્ચર્ય થશે. શાળામાં પહોંચ્યા પછી તમે વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં વાતચીત કરતા જોઈ શકો છો અને ન્યૂઝ 18 ડિજિટલ ટીમના કેમેરાએ તેમને સંસ્કૃત બોલતા કેમેરામાં કેદ પણ કર્યા છે.
મુસ્લિમ વિદ્યાર્થી સંસ્કૃતમાં જિલ્લા ટોપર બન્યો
તમે માની નહીં શકો, પણ આ વાત સાચી છે કે, લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ સંસ્કૃતથી એટલા વાકેફ છે કે આ શાળાની એક છોકરી આ વિષયમાં જિલ્લામાં ટોપર રહી છે. આ વિદ્યાર્થીની નાઝિયા પરવીન 2017માં તેના જિલ્લામાં સંસ્કૃત વિષયમાં ટોચના સ્થાને હતી, જ્યારે બિહારમાં સંસ્કૃત શાળાની સ્થિતિ દરરોજ કથળતી જઈ રહી છે, ત્યારે નાઝિયા અન્ય વિદ્યાર્થીઓ માટે એક ઉત્કૃષ્ટ-ઝળહળતું ઉદાહરણ છે. જેમની સફળતા એ મુદ્દા પર ભાર મૂકે છે કે તે કોઈપણ ભાષા હોય, તેનું વાસ્તવિક ધ્યેય જ્ઞાન મેળવવાનું છે.
આ સંસ્કૃત શાળા રાજકરણ અને દેખાદેખીનો ભોગ બની રહી છે
શાળાના શિક્ષક પ્રભાકર કુમાર કહે છે કે, આ શાળામાં વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ હોય કે શાળાની મૂળભૂત સુવિધાઓ અને વિકાસ યોજનાઓ હોય, તમામ મોરચે અન્ય સરકારી શાળાઓ જેવી સુવિધાઓ અહીં નથી. આ શાળાના વિદ્યાર્થીઓ ન તો તરણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે કે ન તો તેઓ બાળ સંસદની રચના કરવા સક્ષમ છે. તેને કારણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરાયેલી યોજનાઓથી આ શાળાઓના વિદ્યાર્થીઓ વંચિત રહી જાય છે. આ વિદ્યાર્થીઓ માટે ચૂકી ગયેલી તકો છે જે જરૂરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર