આ ઘટના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારની છે. વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે આ ચારનું ગ્રુપ કૂતરીને મારવા માટે તેને ચારેતરફથી ઘેરે છે. પૂછપરછ દરમિયાન તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ તેના ભસવાથી નારાજ હતા. તે કૂતરી ભસી રહી હતી, તેથી તેમને ગુસ્સો આવી રહ્યો હતો. તેથી તેને મારી નાંખી હતી.
અન્ય એક વિડીયોમાં તે કુતરીને તેના પગથી ખેતરમાં ખેંચી રહ્યો હતો. આ ક્લિપમાં કૂતરી મરેલી દેખાય છે.
અગાઉ 20 નવેમ્બરે પોલીસે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR નોંધીને તપાસ શરૂ કરી હતી. ફરિયાદના આધારે IPCની કલમ 429 અને 34 અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960ની 11(1) હેઠળ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી.
જોકે, વિડીયો ક્લિપમાં કૂતરી દેખાતી નથી, પરંતુ જ્યારે કોઈ તેને ફટકારે છે ત્યારે તેણીને રડતી સાંભળી શકાય છે. સાથે જ આ દરમિયાન બધા છોકરાઓને હસતા જોઈ શકાય છે અને તેમાંથી એકબીજાને તેઓ કૂતરીને મારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
પીએફએના ટ્રસ્ટી અંબિકા શુક્લાએ પીટીઆઈ દ્વારા જણાવ્યું હતું, કે યુવાન વિદ્યાર્થીઓ દ્વારા આવી નિર્દયતા જોવી ભયાનક છે કે જેઓ સગર્ભા કૂતરીને મારતા હસતા જોઈ શકાય છે. શુક્લાએ વિદ્યાર્થીઓને કોલેજમાંથી કાઢી મૂકવાની અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેણીએ સંસ્થા સામે પગલાં લેવાની પણ માંગ કરી હતી, કારણ કે માત્ર તેના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેનો સ્ટાફ પણ તેમાં સામેલ હતો.
બીજેપી નેતા તજિન્દર સિંહ બગ્ગાએ આ ભયાનક ઘટનાનો વિડીયો ટ્વીટ કર્યો હતો, જેમાં ઝાકિર નગર વિસ્તારમાં ડોન બોસ્કો ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટના 20 વિદ્યાર્થીઓનું જૂથ એક ગર્ભવતી કૂતરીને આ રીતે ટોર્ચર કરતા જોવા મળ્યું હતું. જે ખૂબ જ દર્દનાક છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Big Crime, Crime News Ahmedabad, Delhi News