આ યોજનાની ખાસ વાત છે કે, આ સ્કીમ રૂ. 250ના રોકાણથી પણ શરૂ કરી શકાય છે. અન્ય યોજનાઓની સરખામણીએ આ યોજનામાં સારું વ્યાજ આપવામાં આવે છે. આ યોજનામાં ટેક્સની પણ છૂટ આપવામાં આવે છે. તમે પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં આ ખાતું ખોલાવી શકો છો.
આ યોજનામાં માત્ર 15 વર્ષ સુધી જ પૈસા જમા કરવાના રહેશે. આ યોજના માટે મેચ્યોરિટી પીરિયડ 21 વર્ષનો છે. સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક 7.6 ટકા વ્યાજ આપે છે. એક નાણાંકીય વર્ષમાં 1.5 લાખ સુધી રૂપિયા જમા કરી શકાય છે. એકાઉન્ટ ખોલાવ્યા બાદ કોઈપણ નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 250 જમા કરવાના રહે છે. કોઈપણ નાણાંકીય વર્ષમાં તમે પૈસા જમા જ નથી કરાવ્યા તો રૂ. 50નો દંડ લાગી શકે છે. જો તમારી દીકરીની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તો તમે તેના નામ પર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકો છો. ઓ યોજના હેઠળ એક દીકરીના નામ પર જ ખાતુ ખોલાવી શકાય છે. જો તમારે બે દીકરી છે, તો બંને નામ પર અલગ અલગ ખાતા ખોલાવવાના રહેશે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેન્કમાં ખાતુ ખોલાવી શકાય છે.
આ પણ વાંચો: SBI ગ્રાહકોને મોટો ફટકો! હોમ લોન અને કાર લોન મોંઘી થઈ, નવા વ્યાજના દર લાગૂ કરાયા
15 લાખનો ફાયદો કેવી રીતે મળશે?
આ યોજના હેઠળ દર મહિને રૂ. 3,000 જમા કરવાના રહે છે. વાર્ષિક રૂ. 36,000 જમા થઈ જશે. 14 વર્ષ બાદ 7.6 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે રૂ. 9,11,574 થશે. દીકરીની ઉંમર 21 વર્ષ થાય ત્યારે મેચ્યોરિટી સમયે રૂ. 15,22,221 મળશે. દરરોજ રૂ. 416 બચાવવામાં આવે તો મેચ્યોરિટી પર તે રકમ રૂ. 65 લાખનું ફંડ થઈ જશે.
પૈસા ક્યારે કાઢી શકાય?
તમારી દીકરી 21 વર્ષની થશે, ત્યારે આ એકાઉન્ટ મેચ્યોર થઈ જશે. દીકરી 18 વર્ષની થાય ત્યારે આ રકમ કાઢી શકાય છે. 18 વર્ષ બાદ પણ આ યોજનાની 50 ટકા રકમ જ ઉપાડી શકાય છે. દીકરી 21 વર્ષની થાય ત્યારબાદ પૂરેપૂરા પૈસા ઉપાડી શકાય છે. તમે આ પૈસા એકસાથે અથવા હપ્તામાં લઈ શકો છો. એક વર્ષમાં માત્ર એકવાર જ પૈસા મળશે. વધુમાં વધુ પાંચ વર્ષ સુધી હપ્તામાં પૈસા લઈ શકાય છે. આ યોજના હેઠળ મેચ્યોરિટી પીરિયડ પહેલા પૈસા કાઢી શકાય છે. તેની સામે 15 વર્ષ સુધી પૈસા જમા કરેલા હોવા જોઈએ, તો જ આ સુવિધાનો લાભ મળે છે. પૈસા કાઢવા માટે રિક્વેસ્ટ ફોર્મ સાથે દીકરીનું આઈડી પ્રૂફ લાવવું જરૂરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Government scheme, Saving