બીજી બાજુ, નવરાત્રિના પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં કોરોનાકાળ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબાને લઈને ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાથે રહીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ અને શેરીઓની લાઈટ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે એસજી હાઇવે પણ વાહન ચાલકો માટે ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિના 12:00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પાર્ટી પ્લોટમાં આવનારા તમામ ખેલૈયાઓ માટે વાહન પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા થાય અને ખેલૈયાઓને કોઈપણ પ્રકારે ખલેલ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રીમાં ગરબે ઘૂમ્યા બાદ ભૂખ લાગે તો ચિંતા નહી
રાત્રે 12 વાગ્યા બાદ પણ રાજ્યમાં ખુલ્લી રાખી શકાશે રેસ્ટોરંટ#Gujarat pic.twitter.com/XrcP7gDZzW
— News18Gujarati (@News18Guj) September 23, 2022
આ પણ વાંચો: નવરાત્રિને લઈ પોલીસ સજ્જ, વાહન પાર્કિંગ માટે ખાસ પ્લાન, આયોજકોએ CCTV સાચવી રાખવા આદેશ
ઉપરાંત, નવરાત્રિમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં નવરાત્રિ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી નથી. છૂટો છવાયો વરસાદ રાજ્યના વિવિધ શહેરોમાં રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. બંગાળમાં લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, ડાંગ, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદ ખાબકી શકે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સાથે ભારે પવનો ફૂંકાવાનું પણ અનુમાન છે. અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Garba, Gujarat News, Navratri 2022