કમલેશભાઈ સંઘાણીએ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ત્યાં તેમણે આ ડ્રેગન ફ્રુટ જોયા હતા અને તેનો સ્વાદ માણ્યો હતો. આ પછી તેમને મનમાં વિચાર આવ્યો હતો કે, આ ડ્રેગન ફ્રૂટની ખેતી પોતાના વતન અમરેલીમાં કરવી જોઇએ.ઓસ્ટ્રેલિયાથી માદરે વતન અમરેલી આવ્યા પછી તેમણે છાપરી ખાતે આવેલી તેમની જમીનમાં ડ્રેગન ફ્રૂટ વાવવાની શરૂઆત કરી. આ માટે તેમણે ડ્રેગન ફ્રૂટનાં રોપા તાઇવાનથી મંગાવ્યા અને બે એકર જમીનમાં તેનું વાવેતર કર્યું.હાલ આ ખેતરની અંદર જૈવિક ખાતર પણ બનાવવામાં આવી રહ્યા છે. કમલેશભાઇ સંઘાણીએ જણાવ્યું કે, આ વર્ષે કુલ આઠ ટન ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન થયું છે અને બજાર કિંમત જોઈએ તો, 150 થી 250 સુધી પ્રતિ કિલોએ ભાવ મળી રહ્યા છે.
ડ્રેગન ફ્રુટ ખાવાથી ન્યુટ્રિશન મળે છે સાથે બ્લડ સુધરે છે અને તમામ રોગમાં આ ફળ સૌથી વધુ અસરકારક ગણવામાં આવે છે. આ ફળ સહેલાઈથી નાના બાળકોથી લઇ અને વૃદ્ધ વ્યક્તિ ખાઈ શકે છે.ન્યૂઝ 18 સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ ફળનું વાવેતર કર્યા બાદ પિયતમાં ખૂબ લાભ થાય છે. ઓછા પાણીએ ફળને સહેલાઈથી માવજત કરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amreli News, Dragon farming, Gujarat farmer