DRDO Recruitment 2022 for Senior Technical Assistant B rv


સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ પર્સોનલ ટેલેન્ટ મેનેજમેન્ટ સેન્ટર, (DRDO-CEPTAM) (DRDO Recruitment 2022) માં સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ B અને ટેકનિકલ Aની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે. લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ DRDOની ઓફિશિયલ વેબસાઇટ drdo.gov.in પર જઈને અરજી કરી શકે છે.

અરજી માટે મહત્વની તારીખ

અરજીની શરૂઆતની તારીખ: 3 સપ્ટેમ્બર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ: 23 સપ્ટેમ્બર 2022

આ પણ વાંચો: AAI Recruitment 2022: એરપોર્ટ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયામાં 10 પાસ માટે ભરતી, જાણો ક્યારે છે અરજી કરવાની અંતિમ તારીખ?

ખાલી જગ્યાની વિગતો

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B: 1075 જગ્યા
ટેકનિશિયન-A: 826 જગ્યા
પોસ્ટની કુલ સંખ્યા- 1901 જગ્યા

કોણ કરી શકે છે અરજી?

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B
AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અથવા એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા સંબંધિત વિષયોમાં ડિપ્લોમા.

ટેકનિશિયન-A

માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી 10મું વર્ગ પાસ અથવા સમકક્ષ પરીક્ષા. ઉપરાંત, માન્ય સંસ્થામાંથી ITI પ્રમાણપત્ર મેળવવું જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારોની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પગાર

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-બી: પે મેટ્રિક્સ લેવલ-6 હેઠળ રૂ. 35400-112400
ટેકનિશિયન-A: પે મેટ્રિક્સ લેવલ-2 હેઠળ રૂ.19900-63200

પસંદગી પ્રક્રિયા

સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ-B:ટીયર-1 (CBT)-સ્ક્રીનિંગ ટેસ્ટ; ટીયર-II (CBT) – પસંદગી કસોટી
ટેકનિશિયન-A: ટીયર-I (CBT) – પસંદગી કસોટી; ટીયર-II - ટ્રેડ/ સ્કિલ ટેસ્ટ

આ પણ વાંચો: CISF Recruitment 2022: ધો.12 પાસ માટે ભરતીની જાહેરાત, HC અને ASI સહિતની 540 પોસ્ટ પર થશે નિમણૂંક

કઈ રીતે કરશો અરજી?

સ્ટેપ 1- સત્તાવાર વેબસાઇટ drdo.gov.in ની મુલાકાત લો. ઉપર ક્લિક કરો

સ્ટેપ 2- “DRDO CEPTAM લિંક” લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3- એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોને એપ્લિકેશન લિંક મળશે.

સ્ટેપ 4- તેના પર ક્લિક કરો અને જરૂરી વિગતો દાખલ કરો.

સ્ટેપ 5- અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો.

સ્ટેપ 6- હવે સબમિટ પર ક્લિક કરો.

સ્ટેપ 7- પુષ્ટિ પૃષ્ઠ ડાઉનલોડ કરો અને વધુ સંદર્ભ માટે હાર્ડ કોપી રાખો.

Published by:Rahul Vegda

First published:

Tags: Governmet Jobs, Jobs and Career, Sarkari Naukari, કેરિયર



Source link

Leave a Comment