અભિષેક પાઠકની દ્રશ્યમ 2 ફરી એકવાર લોકોને આકર્ષવામાં રહી સફળ
ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મના રિલીઝથી જ તેમણે ઝંડો ગાળ્યો
અમદાવાદ, તા.22 નવેમ્બર 2022, મંગળવાર
લાંબા સમય બાદ અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ 2’ રિલીઝ થઈ ગઈ છે. દ્રશ્યમ 2 માટે ચાહકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા હતા. ‘દ્રશ્યમ 2’ એ 2015માં આવેલી ફિલ્મ દ્રશ્યમની સિક્વલ છે. જ્યારેથી દ્રશ્યમ 2નું ટ્રેલર બહાર આવ્યું છે, લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2 ઓક્ટોબરના રોજ દરેક લોકોની આ આતુરનો અંત આવ્યો. દ્રશ્યમ ૨ને ચાહકો અને વિવેચકો દ્વારા ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
7 વર્ષ પછી પણ ફિલ્મ માટે એ જ પ્રેમ
દ્રશ્યમ 2એ પહેલા જ દિવસે તેની કમાણી દ્વારા સાબિત કર્યું કે 7 વર્ષ પછી પણ લોકોનો વિજય સલગાંવકર અને તેના પરિવાર પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી.આ ફિલ્મમાં અક્ષય ખન્નાનો કેસો ઇન્વેસ્ટિગેટ કરતા હોય તેવો અભિનય જોવા મળ્યો છે.અભિષેક પાઠકની દ્રશ્યમ 2 ફરી એકવાર લોકોને ખુશ કરવા સફળ રહી છે.
રેકોર્ડ તોડ કમાણી કરતા આંકડા
પહેલો દિવસ (શુક્રવાર) ફિલ્મની કમાણી 14.5 કરોડ આસપાસ થયેલી. તો બીજા દિવસે ફિલ્મે 21.59 કરોડની રેકોર્ડ તોડ કમાણી કરી. ત્રીજા દિવસએ ફિલ્મનું કલેક્શન 27.17 કરોડ રુપિયા થયું. તેની સાથે 4 દિવસે પણ ફિલ્મનું કલેક્શન 75 કરોડથી વધારે થયેલું જોવા મળે છે. આ ફિલ્મ લગભગ 50 કરોડ રૂપિયામાં તૈયાર થઈ હોવાના અહેવાલ છે.