Dussehra rally row in Shivaji Park now Mumbai HC decides


મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સ્થિત શિવાજી પાર્કમાં આ વખતે દશેરાની રેલીની પરવાનગી મળશે કે કેમ, તેનો નિર્ણય હવે હાઈકોર્ટ કરશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેનું ગ્રુપ હવે આ મુદ્દાને લઈને હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. શિવસેનાના ઠાકરે ગ્રુપે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને શિવાજી પાર્કમાં દશેરાની રેલીની પરવાનગી માંગી છે. આ દરમિયાન શિંદે ગ્રુપ પણ હાઈકોર્ટમાં પહોંચી ગયું છે. શિંદે ગ્રુપે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે ઠાકરે ગ્રુપને શિવાજી પાર્કમાં દશેરાની રેલી કરવાની પરવાનગી ન આપવામાં આવે. શિંદે ગ્રુપે દલીલ કરી છે કે મૂળ શિવસેના કોણ છે, તેની પર અસર પડી શકે છે. શિંદે ગ્રુપના ધારાસભ્યો સદા સર્વનકરનું કહેવું છે કે જો આ મુદ્દા પર હાઈકોર્ટનો આદેશ આવે છે તો શિવસેના પર હકદારીને લઈને ચાલી રહેલા વિવાદમાં અડચણ ઉત્પન્ન થઈ શકે છે. હાઈકોર્ટે શિંદે ગ્રુપની અરજીને સ્વીકાર કરતા મામલાની વધુ સુનાવણીને શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી ટાળી દીધી છે.

ઠાકરે ગ્રુપ પણ આ મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યુ


બીએમસીએ શિવસેનાના ઠાકરે ગ્રુપ અને શિંદે ગ્રુપને શિવાજી પાર્કમાં દશેરાની રેલીનું આયોજન કરવાની પરવાનગી આપી નથી. ઠાકરે ગ્રુપ પણ આ મુદ્દે હાઈકોર્ટમાં પહોંચ્યું છે. તે પછીથી શિંદે ગ્રુપે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલા કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા મુદ્દાઓના આધાર પર શિવાજી પાર્કમાં રેલીના આયોજનની પરવાનગીથી ઈન્કાર કરવામાં આવ્યો છે. બીએમસીના અધિકારી ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું કે પ્રશાસને શિવસેનાના બંને ગ્રુપને 5 ઓક્ટોબરે દશેરાના તહેવારે શિવાજી પાર્કમાં રેલીના આયોજનની પરવાનગી આપવાથી ઈન્કાર કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે બીએમસીએ પત્ર લખીને બંને ગ્રુપને પરવાનગી ન આપવા અંગેની માહિતી આપી છે.

હવે શુક્રવારે થશે વધુ સુનાવણી


શિંદે અને ઠાકર ગ્રુપ હાઈકોર્ટમાં પહોંચ્યા પછી શિવાજી પાર્કમાં દશેરાની રેલીના આયોજનનો મુદ્દો ખૂબ ગરમાયો છે. હાઈકોર્ટે શિંદે ગ્રુપની અરજીનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ બીએમસીએ કોર્ટને આગ્રહ કર્યો છે કે આ મામલા બાબતે યોગ્ય માહિતી લેવી પડશે. કોર્ટે આગ્રહને સ્વીકાર કરતા આ મામલાની સુનાવણી ગુરુવાર સુધી ટાળી દીધી છે. હવે આ મામલા પર શુક્રવારે બપોરે 12 વાગ્યે સુનાવણી થશે.

Published by:Vrushank Shukla

First published:

Tags: Bombay high court, Dussehra, Uddhav thackeray



Source link

Leave a Comment