ટ્વીટ કરી શિંદેએ નિશાન સાધ્યું
એકનાથ શિંદેએ ટ્વીટમાં પ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચની કવિતા લખી હતી કે, ‘મેરે બેટે, બેટે હોને સે મેરે ઉત્તરાધિકારી નહીં હોંગે, જો મેરે ઉત્તરાધિકારી હોંગે, વો મેરે બેટે હોંગે - હરિવંશરાય બચ્ચન’. ઉલ્લેખનીય છે કે, દશેરા અવસરે શિવસેનાના બંને જૂથ મુંબઈમાં એકબીજાથી 10 કિલોમીટરના અંતરે રેલી કરી રહ્યુ છે. આ રેલીને શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે અને બધાની નજર આ બંને રેલીમાં ભેગી થનારી ભીડ પર રહેશે.
ઉદ્ધવ અને શિંદેની દશેરા રેલી પર નજર
ઉદ્ધવ ઠાકરે આજે દશેરાના પારંપરિક સ્થળ શિવાજી પાર્કમાં શિવસૈનિકોને સંબોધિત કરશે. ત્યાં શિવસેનાના શિંદે જૂથના સભ્યોની આ પહેલી દશેરા રેલી છે અને તેનું આયોજન એમએમઆરડી મેદાનમાં કરવામાં આવી રહ્યુ છે. શિંદે જૂથનો દાવો છે કે, આ રેલીમાં 3.5 લાખથી 4 લાખ લોકો સામેલ થશે તેવી આશા છે. બંને જૂથ પોતપોતાના રેલી સ્થળ સુધી લોકોને લાવવા-લઈ જવા માટે હજારો બસની વ્યવસ્થા કરી ચૂક્યુ છે. રેલીથી પહેલાં કેટલાક રસ્તાઓ પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે અથવા વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, શિંદેએ 39 ધારાસભ્યો સાથે શિવસેનાથી બગાવત કરી હતી અને તેને કારણે ઠાકરે ની મહાવિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. તેના એક દિવસ પછી 30મી જૂને શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રૂપે જ્યારે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Eknath Shinde, Maharashtra, Uddhav thackeray