Election 2022 PM Modi Amit Shah Gujarat Visit Navratri


અમદાવાદ : રાજ્યમાં આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે. જેની તમામ પક્ષો દ્વારા તૈયારીઓ થઇ રહી છે. આ નવરાત્રીથી ગુજરાતમાં બીજેપી પણ ઝંઝાવત પ્રચાર કરતી દેખાશે. નવરાત્રી શરૂ થતા ભાજપના કદાવર નેતા પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે જ્યારે પીએમ મોદી પાંચ દિવસમાં 12થી વધુ જનસભા સંબોધશે.

પીએમ મોદીનો પાંચ દિવસનો ગુજરાત પ્રવાસ

નવરાત્રી શરૂ થતાં જ PM મોદીનો ઝંઝાવાતી ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે. મળી રહેલા તેમના કાર્યક્રમ પ્રમાણે, વડાપ્રધાન મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભા ગજવવાના છે. આ દરમિયાન અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. 29, 30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અંબાજીના પ્રવાસે આવવાના છે. આ સાથે તેઓ ઓક્ટોબરના ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9, 10 અને 11 ઓક્ટોબરના એમ ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. પીએમ મોદીનો 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ છે. આ સાથે 10 ઓક્ટોબરના રોજ જામનગર અને ભરુચના પ્રવાસે છે. 11 ઓક્ટોબરના રોજ રાજકોટના જામકંડોરણાના પ્રવાસે આવવાના છે. આ ઉપરાંત પીએમ મોદી સપ્ટેમ્બરમાં પણ ગુજરાત પ્રવાસે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નવરાત્રીમાં ચોમાસું બનશે વિલન?

અમિત શાહ પણ નવરાત્રીમાં આવશે

પીએમ મોદી પહેલા ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ આગામી 27 સપ્ટેમ્બર એટલે બીજા નોરતે ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુર્હૂત કરવાના છે. નોંધનીય છે કે, તેઓ સામાન્ય રીતે દર નવરાત્રીમાં પોતાના વતન માણસાના મંદિરમાં પરિવાર સાથે પુજા અર્ચના કરે છે. આ વખતે પણ તેઓ પરિવાર સાથે માણસાની મુલાકાત કરશે.

આ પણ વાંચો : એક યુવાને માત્ર બે જ મિનિટમાં ખોલી નાંખ્યુ એટીએમ

ગુજરાતમાં કેન્દ્રીય ચૂંટણી પંચ

કેન્દ્રીય ચૂંટણી પંચ પણ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને તમામ જિલ્લાના પોલીસ તથા અમદાવાદ, સુરત, બરોડા, જામનગરના પોલીસ કમિશનર પણ હાજર રહેશે. અમદાવાદમાં ખાનગી હોટલમાં આ બેઠકોનો દોર બે દિવસ સુધી યોજાઇ રહ્યો છે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન ગુજરાત આવ્યું છે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Elections, Gujarat Politics, અમિત શાહ, ગુજરાત, ગુજરાત ચૂંટણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી





Source link

Leave a Comment