Election battle between two brothers on Vejalpur seat of Ahmedabad


વિધાનસભાની ચૂંટણી હવે ખૂબ નજીક છે. ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પ્રચાર પણ પુર શરૂ કરી દીધો છે, ત્યારે અમદાવાદની વેજલપુર વિધાનસભા બેઠક પરથી એક જ પરિવારના 2 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. બંને ઉમેદવારો એક જ બેઠક પર અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડશે. જોકે, અત્યારે બંને ભાઈ જોરશોરમાં ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. રાજકારણનો રંગ જ એવો છે. જ્યાં સંબંધ આડા આવે તો પણ તેને ધ્યાને લેવામાં આવતા નથી. એમ પણ કહેવામાં અતિશિયોક્તી નહીં કે રાજકારણમાં પારકા જ જીતાડે ને પોતાના જ હરાવે! બંને ઉમેદવાર એક-બીજાના સગા મામા-ફોઈના દીકરા છે. બંને ભાઈઓ પારિવારિક સંબંધ ખૂબ જ સારા છે. બંને ઉમેદવારોથી વેજલપુરના સ્થાનિકો પરિચિત છે.

અહીં વાત થઈ રહી છે વેજલપુરના કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર પટેલની અને AAP ઉમેદવાર કલ્પેશ પટેલની. બંને પિતરાઈ ભાઈએ અલગ અલગ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે. હાલ બંને ભાઈએ એક-બીજા વિરૂદ્ધ વેજલપુર બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. પોતા પોતાના પક્ષની વાતો જનતા વચ્ચે મુકી રહ્યા છે. ત્યારે AAP ઉમેદવાર કલ્પેશ પટેલે પોતાના જ ભાઈ પ્રહાર કરતા કહ્યું છે રાજુ તો રાજકારણમાં નવો છે, અને એક્ટિવ પણ નથી.

Published by:rakesh parmar

First published:

Tags: 2022 Assembly elections, Assembly Election 2022, Assembly elections, અમદાવાદ, ગુજરાત





Source link

Leave a Comment