MSF પ્રોડક્શનના પ્રથમ સોંગ ‘તુમ રહો..’ગીતનું નિર્માણ વડોદરાના મિલન જયસ્વાલ, ઈશાન ઠક્કર, રચિત દેસાઈએ કર્યું છે. સંગીત નિર્દેશક મીત વ્યાસ અને ગીતના સંગીતકાર સમીપ ખરાડી છે અને બોલિવૂડ પ્લેબેક સિંગર મોહમ્મદ ઈરફાને ગાયું છે. આ ગીતનું રેકોર્ડિંગ મુંબઈ ખાતે યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. આજે પ્લેબેક સિંગર મોહમ્મદ ઈરફાન, અભિનેત્રી ડો. નેત્રા સહિત MSF પ્રોડક્શનની ટીમ દ્વારા તેમના પ્રથમ સોંગ “તુમ રહો” ની જાહેરાત કરવામાં આવી.આ આલબમ ટુંક સમયમાંજ રિલીજ થઈ જશે.
બોલિવૂડ પ્લેબેક સિંગર મોહમ્મદ ઈરફાન ધ વોઈસ ઓફ ઈન્ડીયા, મર્ડર 2, યારિયાં, કિક, પ્રેમ રતન ધન પાયો, એક વિલનના ગીત ગાઈ ચુક્યા છે. જે હવે વડોદરા શહેરના યુવાનો દ્વારા બનાવવામાં આવેલા ગીતને રેકોર્ડ કર્યું છે અને અત્યારે એનું શૂટિંગ વડોદરા ખાતે ચાલી રહ્યું છે.
વડોદરાના યુવક અને પ્રોડ્યુસર મિલન જયસ્વાલે જણાવ્યું હતું કે, MSF પ્રોડક્શન વડોદરાના અમે ચાર મિત્રોએ મળી શરૂઆત કરી છે. અને અમે વડોદરાના ટેલેન્ટને આગળ લાવવા હંમેશા પ્રયત્નશીલ છીએ. આ સોંગમાં હિરોઈનથી લઇ તમામ લોકો વડોદરાના છે. એટલે અમે વડોદરામાં જ સારા પ્રોજેક્ટ્સ લાવી વડોદરાને ગુજરાતમાં વધુમાં વધુ કામ આવે અને અહિયાંના ટેલેન્ટને એક સારો પ્લેટફોર્મ મળી રહે તેવા પ્રયાસો કરીશું. આ સોંગ તૈયાર થઈ આગામી જાન્યુઆરી સુધીમાં રિલીઝ કરવામાં આવશે.
બોલિવૂડ પ્લેબેક સિંગર મોહમ્મદ ઈરફાન એ જણાવ્યું હતું કે, મારો સૌભાગ્ય છે કે હું આ સુંદર ગીત ગાવાની મને તક મળી અને આ નવી યુવકોની ટીમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. વડોદરામાં આ સોંગનું હાલ અમે શૂટ કરી રહ્યા છે. વડોદરામાં ઘણું ટેલેન્ટ છે અને એક કલાનગરી તરીકે વડોદરા ઓળખાય છે. જેથી આવા ટેલેન્ટ બહાર આવવું ખૂબ જરૂરી છે.
તમારા શહેરમાંથી (વડોદરા)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood song, Local 18, Vadodara