EU Parliament declares Russia state sponsor of terrorism


બ્રસેલ્સ: યુરોપિયન યુનિયનની સંસદે બુધવારે એક ઐતિહાસિક પગલું ભરતાં રશિયાને ‘સ્ટેટ સ્પોન્સરિંગ ટેરરિઝમ’ જાહેર કર્યું છે. યુરોપિયન સાંસદોએ રશિયાને આતંકવાદ પ્રાયોજક દેશ જાહેર કરતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. EU નેતાઓએ જણાવ્યું હતું કે ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટલો, શાળાઓ અને આશ્રયસ્થાનો જેવા નાગરિક લક્ષ્યો પર મોસ્કોના લશ્કરી હુમલાઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે.

‘આતંકવાદ પ્રાયોજક દેશ’ જાહેર કરવા વિનંતી કરાઈ

જોકે EUનું આ પગલું મોટે ભાગે પ્રતીકાત્મક છે કારણ કે EU પાસે તેને સમર્થન આપવા માટે કોઈ કાનૂની માળખું નથી. યુનિયન પહેલાથી જ યુક્રેન પર તેના આક્રમણને લઈને રશિયા પર અભૂતપૂર્વ પ્રતિબંધો લાદી ચૂક્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય દેશોને રશિયાને ‘આતંકવાદ પ્રાયોજક દેશ’ જાહેર કરવા વિનંતી કરી છે.

ઝેલેન્સકીએ રશિયન સેના પર યુક્રેનના નાગરિકોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો, જેને મોસ્કોએ નકારી કાઢ્યો હતો. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને અત્યાર સુધી કોંગ્રેસના બંને ગૃહોમાં પ્રસ્તાવ હોવા છતાં રશિયાને ‘આતંકવાદને પ્રાયોજિત દેશ’ની યાદીમાં મૂકવાનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચોઃ રશિયામાં યુક્રેન પર થઈ ચર્ચા, જયશંકરે કહ્યું- ગ્લોબલ ઈકોનોમી એક-બીજા પર આધારિત

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ હાલ ચાર દેશો - ક્યુબા, ઉત્તર કોરિયા, ઈરાન અને સીરિયાને આતંકવાદના પ્રાયોજક દેશો તરીકે આઈડેન્ટીફાય કર્યા છે, જેનો અર્થ છે કે આ દેશો સંરક્ષણ નિકાસ પ્રતિબંધો અને નાણાકીય પ્રતિબંધોને પાત્ર છે. યુરોપીય સંધમાં યુરોપીય સંસદીય અનુસંધાન સેવા મુજબ અત્યાર સુધીમાં ચાર દેશો- લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા અને પોલેન્ડના સંસદોએ રશિયાને આતંકવાદ પ્રયોજક દેશ તરીકે નામિત કર્યો છે.

Published by:Vrushank Shukla

First published:

Tags: European Union, Russia and Ukraine War, Russia news



Source link

Leave a Comment