આ પણ વાંચો:Manushi Chhillar: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?
બેંકે આ નિર્ણય એટલા માટે કર્યો કે બેંકે અગાવ ઈલેકટ્રીક વેહિકલ માટેના લોન ધિરાણ બાદ ઘણો ફાયદો થયો હતો. તેમજ બેંકની પોતાની અસેટ પણ ઘણી મજબૂત માનવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર HDFC બેંકે શરૂઆતના સમયમાં 598 લોકોની 5100 કરોડની લોન સેન્શન કરેલી હતી. હવે બેંકનો પ્લાન 2025 સુધીમાં આ રકમમાં 3 ગણો વધારો કરવાનો છે.
Table of Contents
15% શેર HDFC ના જ
પ્રાપ્ત માહિતી મુજબ, EV ફાઇનાન્સિંગમાં HDFC બેન્કનો બજાર હિસ્સો લગભગ 15 ટકા છે. બેંકના ઓટો લોન સેગમેન્ટના બિઝનેસ હેડ વિકાસ પાંડેએ જણાવ્યું હતું કે 2031-32 સુધીમાં બેંકનું લક્ષ્ય પણ સંપૂર્ણપણે શૂન્ય કાર્બન તરફ આગળ વધવાનું છે. હવે બેન્કનું પ્લાનિંગ ખાસ કરીને EV ફાઇનાન્સ પર છે. તેમના જણાવ્યા અનુસાર વર્તમાન સમયમાં બેન્ક 100 EV વેહિકલ માંથી 15 થી 17 વાહનોને લોન આપી રહી છે.
આ પણ વાંચો:Twitter Account: હાલ, ટ્વીટરમાં બ્લુ ટીક માટે નહિ ચૂકવવા પડે 8 ડોલર, પણ આ રાહત આખરે ક્યાં સુધી?
અઢી ગણો ફાયદો થવાની આશા
બેન્ક અધિકારીના જણાવ્યા અનુસાર બેન્ક દ્વારા ઈવી લોન આપવાથી અંદાજે અઢી ગણો ફાયદો થશે. વધુમાં કહ્યું કે, ઓક્ટોબરમાં કુલ 3800 વેહિકલનું વેચાણ થયું છે જેમાંથી બેંકે 589 વાહનો પર લોન સેન્સન કરી હતી. તેમાં કુલ 170 કરોડ રૂપિયા લોન રૂપે આપ્યા હતા. હવે બેન્ક 2025 સુધીમાં આ રકમ ત્રણ ગણી વધારીને 20% પોતાના ખાતામાં રાખવા પર ફોકસ કરી રહી છે.
આ પણ વાંચો:આ કંપનીના શેરમાં 55 ટકા કમાણીના ચાન્સ, HDFC સિક્યોરિટીઝે આપી ખરીદીની સલાહ
જાણો શું છે ફાઇનાન્સ મોડેલ
- HDFC ઇલેક્ટ્રિક કાર પર 8 વર્ષ માટે લોન આપી રહી છે.
- ફાયનાન્સ 8.05 ટકા વાર્ષિક વ્યાજ દરે લોન આપે છે.
- લોનની કુલ સરેરાશ સાઈઝ 17 લાખ રૂપિયા છે.
ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ
ઇલેક્ટ્રિક વેહિકલ વિષે દેશમાં સૌથી મોટો જો કોઈ પડકાર હોય તો તે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો છે. આખા દેશની વાત કરીએ તો 250 શહેરોમાં 2500 ચાર્જિંગ સ્ટેશન છે. તેમાંથી 500 તો ફક્ત મહારાષ્ટ્રમાં જ છે. આ સિવાય ફાઇનાન્સ વિષે વાત કરીએ તો દેશભરમાં 80% વાહનો ફાઇનાન્સ પર જ આપવામાં આવ્યા છે. તેમાંથી એચડીએફસી બેંકે જે ઇલેક્ટ્રિક કારોનું ફાઇનાન્સ કર્યું છે તેમાંથી 80% ટાટા મોટર્સની છે. ત્યાર બાદ એમજી અને હ્યુન્ડાઇની કારો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bank loan, E-Vehicles, HDFC Bank