ઉચ્ચ જાતિઓને શિષ્યવૃતિ તથા મફત શિક્ષણ આપો
ચીફ જસ્ટિસ યૂયૂ લલિતની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે કહ્યું કે, સદીઓથી જાતિ અને વ્યવસાયના કારણે પ્રતાડિત લોકોને અનામત આપવામાં આવે છે અને ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ અને મફત શિક્ષણ જેવી સુવિધાઓ આપવામા આવે છે. જ્યારે અન્ય અનામત વિશે વાત કરીએ તો, તે વંશ સાથે જોડાયેલ છે. તો વળી પછાતપણું કોઈ અસ્થાયી વસ્તુ નથી, પણ સદીઓ અને પેઢીઓ સુધી ચાલે છે, પણ આર્થિક પછાતપણું અસ્થાયી હોઈ શકે છે.
કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ 103માં સંવિધાન સંશોધનનો બચાવ કરતા કહ્યું કે, સામાન્ય વર્ગને EWS માટે 10 ટકા કોટા એસસી, એસટી અને ઓબીસીને મળતા 50 ટકા અનામતને છંછેડ્યા વિના આપાવામાં આવે છે. કોઈ સંવૈધાનિક સંશોધન આ સ્થાપિત કર્યા વિના રદ ન કરી શકાય કે આ સંવિધાનના મૂળ ઢાંચાનું ઉલ્લંઘન કરે છે. બીજો પક્ષ એ વાતની ના ન પડી શકે કે, તે અનારક્ષિત વર્ગમાં સંઘર્ષ કરી રહેલા અથવા ગરીબીથી ઝઝૂમી રહેલા લોકોને કોઈ સહારાની જરુર છે. તેના વિશે કોઈ શંકા નથી.
આ પણ વાંચો: દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી સાથે લગ્ન કરનારા આરોપીને હાઈકોર્ટે સજા આપવાની ના પાડી
પીઠે કહ્યું કે, જે રજૂ કરાઈ રહ્યું છે તે એ છે કે, આપ થ્રેશોલ્ડ સ્તર પર યોગ્ય અવસર આપીને તે વર્ગ ઉપર ઉઠાવવામાં આવતા પ્રયાસ કરી શકો છો. જેમ કે, 10+2 સ્તર પર તેમને શિષ્યવૃતિ આપવી, તેમને ફ્રીશિપ આપો, જેથી તેમને શિખવાનો અવસર મળે, તે ખુદને શિક્ષિત કરે અથવા ખુદ ઉપર આવે. કોર્ટે કહ્યું કે, એક પરંપરાગત અવધારણા તરીકે અનામતના અલગ અલગ અર્થ છે અને તે ફક્ત આર્થિક સશક્તિકરણ નથી, પણ સામાજિક અને રાજકીય સશક્તિકરણ વિશે પણ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર