શિલ્પીનિકેતન ગ્રુપના કલાકારોએ સુંદર પેઈન્ટિંગ અને સ્કલ્પચર બનાવીને રજૂ કર્યા
શિલ્પીનિકેતન ગ્રુપના કલાકારો દ્વારા સુંદર પેઈન્ટિંગ અને સ્કલ્પચર બનાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. તો ચાલો આજે આપણે કેટલાક કલાકારોના પેઈન્ટિંગ વિશે જાણીએ.
સંગીતા દવે સાથે વાત કરતા જણાવ્યું કે અમદાવાદના લોકોને જાગૃત કરવા અને આપણી પ્રાચીન સંસ્કૃતિ વિશે લોકો માહિતગાર કરવા તથા તેને આગળ વધારવા માટે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે એક પેઢીથી બીજી પેઢી સુધી સંદેશો કલાના માધ્યમથી પહોંચાડવા માંગે છે.
વ્યક્તિની અંદર છુપાયેલી કલાની ભાવના ઉજાગર કરવાનો ઉદ્દેશ્ય
વધુમાં જણાવતા કહ્યું કે આજની યુવા પેઢીનો મોટા ભાગનો સમય મોબાઈલ ફોન અને ટીવી પાછળ જતો હોય છે. આ અમૂલ્ય સમયનો સદ્ઉપયોગ થાય તે દરેક માટે જરૂરી છે. તેમનું માનવું એ છે કે દરેક વ્યક્તિની અંદર કોઈને કોઈ કલાની ભાવના છુપાયેલી હોય છે. તેને ઉજાગર કરવી એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય છે.માતા-પિતાને પણ કહેવા માંગે છે કે બાળકોને જે વિષયમાં રસ હોય તેમાં પ્રોત્સાહિત કરવા જોઈએ. તેનાથી બાળકો આપણી કલાને આગળ વધારી શકે.
વોટરની અછતને ધ્યાનમાં રાખીને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા
જ્યારે સોમા બ્યુરા સાથે વાત કરતા જણાવ્યું કે તેમનો મુખ્ય વિષય વોટર છે. જેમાં તેમણે વોટર આધારિત જુદા જુદા પેઈન્ટિંગ બનાવી રજૂ કર્યા છે. જો કે અત્યારના સમયમાં વોટરનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ. પરંતુ ઘણી જગ્યાએ તેની અછત વર્તાતી જોવા મળે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પેઈન્ટિંગના માધ્યમથી લોકોને બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
તેઓ ઈચ્છે છે કે તેમના સાથી કલાકારો મનમાં જે વિચારે છે તેને કલાના માધ્યમથી લોકો સમક્ષ વ્યક્ત કરે છે. અત્યારની નવી ભાવિ પેઢી કમ્પ્યૂટર અને મોબાઈલ ફોનનો બિનજરૂરી ઉપયોગ ટાળી પોતાની કલા પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે.
સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad news, Art exhibitions, Local 18