Expert Advice on short term Stock market Investment these two share can give bumper return as per hdfc securities


મુંબઈઃ હાલ શેરબજારની સ્થિતિ એવી છે કે નાના અને નવા રોકાણકારો જ નહીં પરંતુ વર્ષોથી બજારમાં કામ કરતાં લોકો પણ થાપ ખાઈ જાય. આ સમયે આડેધડ અથવા તો તુક્કાના આધારે રોકાણ કરવાની જગ્યાએ સેફ છે કે તમે નિષ્ણાતોની સલાહ પ્રમાણે રોકાણ કરો. આનો ફાયદો એ રહે છે કે ફાયદો થવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે માર્કેટ નિષ્ણાતો જે તે શેરને પસંદ કરતા પહેલા તેના વધવા અને ઘટવાની તમામ શક્યતાઓનો અભ્યાસ કરતા હોય છે અને તેના આધારે ચાર્ટ પરની સ્થિતિ જોઈને આગામી સમયમાં આ શેર કેવું પ્રદર્શન કરશે તેની આગાહી કરતા હોય છે.

આ પણ વાંચોઃ શું તમારે કરવું છે રૂ.1 લાખનું રોકાણ? SBI મ્યુચ્યુઅલ ફંડના ડે. મનેજિંગ ડિરેક્ટરે આપી ગોલ્ડન ટિપ્સ

જો તમે ટૂંકા ગાળા માટે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે બિરલા કોર્પોરેશન લિમિટેડ (Birla Corporation Limited) અને પતંજલિ ફૂડ્સ લિમિટેડના (Patanjali Foods Limited) શેરો પર ધ્યાન આપવું જોઈએ. સ્થાનિક બ્રોકરેજ ફર્મ HDFC સિક્યોરિટીઝે (HDFC Securities) આગામી 2-3 ક્વાર્ટરમાં એટલે કે 6થી 9 મહિનામાં આ શેરોમાંથી સારી કમાણીનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ શેર્સ પૈકી બિરલા કોર્પોરેશન સિમેન્ટના વ્યવસાયમાં છે, તો પતંજલિ ફૂડ્સ એ FMCG કંપની છે.

આ પણ વાંચોઃ લાંબાગાળાની વાત છોડો આ શેરે તો એક જ વર્ષમાં કરોડપતિ બનાવી દીધા

પતંજલિ ફૂડ્સને રૂ. 1602 ટાર્ગેટ સાથે ખરીદોઃ HDFC Securities

બ્રોકરેજ ફર્મ HDFC Securities અપેક્ષા રાખે છે કે પતંજલિ ફૂડ્સના શેર આગામી 6 મહિનામાં આ સ્તરે પહોંચશે. બાબા રામદેવ દ્વારા સમર્થિત કંપની પતંજલિ ફૂડ્સનો શેર આજે એટલે કે 16 સપ્ટેમ્બર, ગુરુવારે NSE પર 1.93 ટકા વધીને રુ. 1,367.00 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ રીતે, એચડીએફસી સિક્યોરિટીઝ આ શેરમાં વર્તમાન ભાવથી લગભગ 19 ટકા વધવાની ધારણા છે.

આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

Birla Corporation ના શેરમાં આવી શકે છે 16 ટકાની તેજી

HDFC સિક્યોરિટીઝે બિરલા કોર્પોરેશનના શેરને રૂ. 1289ના લક્ષ્ય ભાવ સાથે ‘બાય’ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે બિરલા કોર્પોરેશનના શેર આગામી 6-9 મહિનામાં આ સ્તરે પહોંચી શકે છે. દરમિયાન, બિરલા કોર્પોરેશનના શેર આજે એટલે કે 16 સપ્ટેમ્બર, ગુરુવારે NSE પર 1.10 ટકા ઘટીને રૂ. 1097.80 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ રીતે, HDFC સિક્યોરિટીઝને અપેક્ષા છે કે આ સ્ટોક વર્તમાન ભાવથી લગભગ 16 ટકા વધશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્લાન્ટ ધરાવતી કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, રૂ. 1 લાખના થઈ ગયા 3.5 કરોડ

બિરલા કોર્પોરેશનની સ્થાપના લગભગ 110 વર્ષ પહેલાં વર્ષ 1910માં થઈ હતી. તે રૂ. 8.54 હજાર કરોડની માર્કેટ કેપ ધરાવતી મિડકેપ કંપની છે, જે સિમેન્ટ સેક્ટરમાં કામ કરે છે. તેના મુખ્ય ઉત્પાદનો અને આવકના સ્ત્રોતોમાં સિમેન્ટ, જ્યુટ એટલે કે શણનો સામાન, રોયલ્ટી આવક અને અન્ય ઓપરેટિંગ આવક વગેરેનો સમાવેશ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Expert opinion, Share market, Stock market



Source link

Leave a Comment