expert view on golden chance for earing throgh domino pizza frenchaise stock


મુંબઈઃ ભારત સહિત અનેક પાડોશી દેશોમાં ડોમિનોજ પિત્ઝાની માસ્ટર ફ્રેન્ચાઇઝી (Domino’s Pizza) રાખનાર કંપની જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ (Jubilant Foodworks)ને લઇને એક્સપર્ટના વલણ સકારાત્મક જોવા મળી રહ્યા છે. આ વર્ષે લગભગ 16 ટકા નબળું રહ્યું છે, પરંતુ ઘરેલું બ્રોકરેજ ફર્સ આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ (ICICI Securities)ના એક્સપર્ટ્સનું અનુમાન છે કે તેમાં હાલના ભાવ (Jubilant Foodworks Stock Price) પર રોકાણ કરીને 22 ટકાની કમાણી કરી શકાય છે. એક્સપર્ટ્સે તેની રેટિંગને અપગ્રેડ કરી ADDમાંથી BUY કર્યું છે અને ટાર્ગેટ પ્રાઇઝ પણ 640 રૂપિયાથી વધારીને 750 રૂપિયા કરી દેવાઈ છે.

આ પણ વાંચોઃ Harsha Engineers IPO Allotment: આજે થશે શેર્સનું એલોટમેન્ટ, તમને જો લાગે તો આગળ શું કરવું?

આજે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના શેર બીએસઇ પર 614.80 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. તે દેશની સૌથી મોટી ફૂડ સર્વિસ કંપની છે અને તેની પાસે 3 ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ ડોમિનોઝ પિત્ઝા, ડન્કિન ડોનટ્સ અને પોપીઝના માસ્ટર ફ્રેન્ચાઇઝી રાઇટ્સ છે.

શા માટે એક્સપર્ટ્સ લગાવી રહ્યા છે દાવ?

બ્રોકરેજ ફર્મના જણાવ્યા અનુસાર કંપનીના લોટલિટી પ્રોગ્રોમથી ઓર્ડર ફ્રિકેન્સી વધી છે, કોમ્પિટીશનને લઇને કંપની સતત પોતાનો વિસ્તાર કરી રહી છે. આ સિવાય સ્ટોર્સને અલગ લગ કરવાની સ્ટ્રેટેજીનો ઇન્ક્રિમેન્ટલ ઇમ્પેક્ટ ઓછો રહેવો પોઝીટિવ છે. આ સિવાય નિફ્ટી 50ની સરખામણઈમાં તેના શેરનું પ્રદર્શન લગભગ 24 ટકા નબળું રહ્યું છે, જે તેની તેજી માટે સારું વાતાવરણ બનાવી રહ્યું છે. ICICI સિક્યોરિટીઝ અનુસાર, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ વેપાર માટે ભવિષ્ય સારું છે અને આ ક્ષેત્રમાં જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ મજબૂત સ્થિતિમાં છે.

આ પણ વાંચોઃ સોનાની કિંમતોમાં આજે નજીવો ઉછાળો, જાણો તમારા શહેરના ભાવ

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે સૌથી મોટી પોઝીટિવ વાત તે છે કે તેમાં સ્પર્ધા ઓછી થઇ ગઇ છે, કારણ કે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની જોગવાઇઓ અનુસાર લગભગ 25 ટકા રેસ્ટોરન્ટ બંધ થઇ ગઇ છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ મજબૂત ડિજીટલ ઇન્ફ્રા અને બેલેન્સ શીટ ધરાવે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોએ 750 રૂપિયાના ટાર્ગેટ સાથે તેમાં રોકાણ કરવાની સલાહ આપી છે. જે વર્તમાન ભાવથી 22 ટકા વધારે છે.

49 ટકા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે શેર

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સના શેર ગત વર્ષે 13 ઓક્ટોબર, 2021ના રોજ બીએસઇ પર રૂ. 915.49ની રેકોર્ડ સપ્તાહની ઊંચી સપાટે પહોંચ્યો હતો. જોકે, તે પછી તેના શેરમાં ઘટાડો થવા લાગ્યો હતો. માર્ચમાં તેના સીઇઓ અને ફૂલટાઇમ ડિરેક્ટર પ્રતિક રશ્મીકાંત પોટાના રાજીમાનાથી રોકાણકારોમાં ગભરાટનો માહોલ પેદા થયો હતો અને કંપનીની બિઝનેસ વ્યૂહરચના અંગે વેચવાલી નીકળી હતી. તેના કારણે 12 મેના રોજ તે 451.60 રૂપિયાના 52 સપ્તાહના રેકોર્ડ નીચલા સ્તરે સરકી ગયો હતો.

આ પણ વાંચોઃ માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક

જોકે ત્યાર પછી તેનો બિઝનેસ નવા સીઇઓ સમીર ખેતરપાલના નેતૃત્વમાં આગળ વધ્યો અને અત્યાર સુધીમાં તે લગભગ 36 ટકા વધ્યો છે. પરંતુ તે હજુ પણ રેકોર્ડ હાઇથી લગભગ 49 ટકા ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. ઘરેલૂ બ્રોકરેજ ફર્મ અનુસાર તેના શેરોમાં હજુ 22 ટકાની તેજી આવી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

First published:

Tags: Business news, Expert opinion, Share market, Stock market



Source link

Leave a Comment