એવામાં માર્કેટના દિગ્ગજ નિષ્ણાંત વિશાલ વાઘે આજે કમાઈ માટે બે કોલ્સ સૂચવ્યા છે. એક કોલમાં તેમણે ખરીદી અને બીજા કોલમાં વેચાણની સલાહ આપી છે. ‘અમારા રાજા બેટરીઝ’ માં તેમને મંદી અને ‘અપોલો હોસ્પિટલ’માં તેજી જણાઈ રહી છે.
આ પણ વાંચોઃ વીમા પોલિસી ખરીદતી વખતે કોઈ બીમારી દર્શાવવાનું ભૂલાઇ ગયું? તો જાણો શું કરવું
Amara Raja Batteries: વેચો, LTP: રૂ. 512.45, સ્ટોપ લોસ: રૂ. 527, ટાર્ગેટ: રૂ. 494, રિટર્ન: 3.6%
અમારા રાજા બેટરીઝનો ભાવ છેલ્લા કેટલાક સપ્તાહથી સતત ચેનલાઇઝડ રીતે ઘટી રહ્યો છે. દર વખતે તેના ભાવે બેયરીશ ચેનલના ઉપરી અને નીચલા બેન્ડને બ્રેક કર્યું નથી. તે સિવાય બેયરીશ એંગલિંગ કેન્ડેલસ્ટિક્સની સાથે ઉપરી બોલિંગર બેન્ડની સાથે તેનો ભાવ પણ રિવર્સ થઇ ગયો છે. આ પેટર્ન કાઉન્ટરમાં એક મંદીના સેટઅપનો સંકેત આપે છે.
તે સિવાય એક મોમેન્ટમ ઇન્ડિકેટર RSI (14) રીડિંગ 50ના લેવલથી પણ નીચે છે. જે માધ્યમ ગાળા માટે મંદીનો સંકેત આપે છે.
તેથી વિશાલ વાઘ કહે છે કે ઉપરોક્ત ટેક્નિકલ સ્ટ્રક્ચરના આધારે અમારા રાજા બેટરીઝમાં શોર્ટ પોઝિશન બનાવવી જોઈએ. જેમાં 512.45 ના લેવલે વેચાણ કરવું જોઈએ. તે કહે છે કે જો આ 519.50 ના લેવલ પાર જાય છે, તો પણ તેને વેચાણની તક તરીકે જ જોવું જોઈએ. આમાં નીચેની તરફ રૂ. 494નો ટાર્ગેટ જોવા મળી શકે છે. જોકે જો તે રૂ. 527 ના રેઝિસ્ટન્સ લેવલને પાર કરી જાય છે, તો તેમાં બેયરીશ વ્યુ ખતમ થઇ જશે.
આ પણ વાંચોઃ Dolly Khannaએ રોકાણ કરેલા આ સ્ટોકે 5 વર્ષમાં આપ્યું 183 ટકા રીટર્ન, હવે શેરહોલ્ડરોને આપશે ડિવિડન્ડ
Apollo hospitals Enterprise: ખરીદો, LTP: રૂ. 4604.8. સ્ટોપલોસ: રૂ. 4488, ટાર્ગેટ: રૂ. 4850, રિટર્ન: 5.3%
ડેઇલી ચાર્ટ પાર ફોલિંગ ચેનલના બ્રેકઆઉટ પછી આ સ્ટોક તેજીમાં ચાલી રહયો છે. ફરીથી તે પેટર્નમાં ઉપરી બેન્ડ પર પહોંચી ગયો છે. તેનાથી શોર્ટ કે મધ્યમ ગાળા માટે સ્ટોકમાં ઉપરની તરફ તેજીનો સંકેત મળે છે.
આ સિવાય ટેક્નિકલ ઇન્ડિકેટર Ichimoku cloud દર્શાવે છે કે સ્ટોકનો ભાવ ક્લાઉડની ઉપર કારોબાર કરી રહ્યો છે. જેની કાઉન્ટરમાં પોઝિટિવ અસર દેખાય છે. વિશાલ વાઘે કહ્યું કે ટૅક્નિકલ સ્ટ્રક્ચરના આધારે સ્ટોકમાં રૂ. 4604.80 પર ખરદી કરી શકાય છે. જયારે રૂ. 4590ના લેવલ સુધી ભાવ ઉતરી જવા પર પણ તેની ખરીદી કરી શકાય છે. આ સ્ટોકમાં રૂ. 4850નો ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. વળી ભાવ ઉતરતા તેમાં રૂ. 4488 પર સપોર્ટ જોવા મળી રહ્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Expert opinion, Share market, Stock market