Farmers can apply here to avail various support schemes in horticulture; This date is the last.jap – News18 Gujarati


Ashish Parmar Junagadh: 2022-23 માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે બાગાયતી ખેડૂતોને સહાય આપવાના કાર્યક્રમ હેઠળ કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના વર્ષ 2022-23 માં નવી બાબત તરીકે મંજુર કરવામાં આવી છે.આ કાર્યક્રમ હેઠળ ખેડૂતો (ઓછામાં ઓછી 2 હેકટર તથા મહત્તમ 4 હેકટર) તથા ખેતી લાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO,FPC, સહકારી મંડળીના સભાસદોને બહુ વર્ષાયુ ફળઝાડ વાવેતર માટે સહાય આપવામાં આવશે તથા પિયતના સાધનો, બાગાયત યાંત્રીકરણ, બાગાયતી માળખાકીય સુવિધાઓ, વર્મીકંપોસ્ટ યુનીટ, પ્લાસ્ટીક આવરણ પૈકીના ઓછામાં ઓછા બે ઘટકમાં સહાય મળવા પાત્ર રહેશે.

સદર યોજનામાં લાભ લેવા 31 ડિસેમ્બર સુધી i-khedut portal ખુલ્લુ મુકવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લાના બાગાયત ખાતાની આ યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડુતોએ i-khedut portal , www.ikhedut.gujarat.gov.in માં જણાવેલ સમય દરમિયાન પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી 7/12, 8-અ ની નકલ, હક્કપત્રક ( નમુના-6) ની નકલ, જાતિના દાખલાની નકલ (અનુ.જાતિ/અનુ. જન જાતિના કિસ્સામાં), આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ક્વોટેશન સાથે, રજીસ્ટ્ર્ડ ટ્રસ્ટ,FPO,FPC, સહકારી મંડળીના સભાસદોના કિસ્સામાં રજીસ્ટ્રેશન, હેતુ, પ્રવ્રુતિઓ, બંધારણ, સભ્યો સભાસદ વિ. ને લગતા સાધનીક કાગળો તેમજ છેલ્લા 3 વર્ષના ઓડિટ રીપોર્ટ અને જમીન તથા પાણીના ચકાસણી રીપોર્ટ સહિતના કાગળો અરજી કરવા જણાવવામાં આવ્યું હતું.

આ અરજીઓ સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયમકની કચેરી, લઘુકૃષિભવન, નિલમબાગ, જૂનાગઢ પર રજૂ કરવાની રહેશે.

જૂનાગઢમાં વિશ્વ નારિયેળ દિવસે રાજ્યકક્ષાની પ્રથમ ઓફિસ શરૂ કરવામાં આવી છે. જેમાં નારિયેળના પાક ઉપરાંત બાગાયત ખેતીથી કયા લાભ મળે છે તે પણ માહિતી મળી શકશે અને જો નારિયેળની ખેતી કરશે તો તેનાથી કેટલા ફાયદા થશે તે પણ માહિતી મળશે. ખેડૂતોને બાગાયત ખેતી તરફ આગળ આવે તે માટે પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે બાગાયત ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે સરકાર દ્વારા અનેક સહાયો પણ જાહેર કરાઈ છે અને બાગાયત ખેતીના ફાયદા પણ ખેડૂતો સુધી વધુમાં વધુ પહોંચાડવામાં આવી રહ્યા છે

First published:

Tags: Farmers News, Horticulture, Junagadh bews, Schemes



Source link

Leave a Comment