finish this before 30th september else will not able operate your demat account


સ્ટોક માર્કેટમાં રોકાણ કે ટ્રેડિંગ કરનાર ડિમેટ એકાઉન્ટ (Demat Account) હોલ્ડર્સને આગામી 30 સપ્ટેમ્બર સુધીમાં ટુ-ફેક્ટર ઓથેન્ટીકેશન (two-factor authentication)ની પ્રક્રિયા કરવી જરૂરી છે. આ પ્રક્રિયા ન કરનાર રોકાણકારો ડિમેટ એકાઉન્ટમાં લોગિન કરી શકશે નહીં. નેશનલ સ્ટોક એક્સચેન્જે જૂનમાં આ અંગે સર્ક્યુલર જાહેર કર્યો હતો. જે મુજબ મેમ્બર્સે પોતાના ડિમેટ એકાઉન્ટમાં લોગિન કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફેક્ટર તરીકે ઉપયોગ કરવો પડશે. આ સાથે ઓથેન્ટીકેશન નોલેજ ફેક્ટર પણ જરૂરી છે.

આ પણ વાંચોઃ Harsha Engineers IPOમાં એલોટમેન્ટ આ રીતે કરી શકશો ચેક, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાંથી મળ્યા આ સંકેત

ઓથેન્ટીકેશન નોલેજ ફેક્ટર એટલે શું?

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, ચહેરાની ઓળખ અથવા વોઈસ રેકગ્નિશનનો ઉપયોગ થાય છે. જ્યારે ઓથેન્ટીકેશન નોલેજમાં પાસવર્ડ, પિન અથવા કોઈપણ પઝેશન ફેક્ટર સામેલ હોય શકે છે. આ વિગતો માત્ર યુઝર્સને જ ખબર હોય છે. ગ્રાહકોએ SMS અને ઇ-મેઇલ બંને દ્વારા ઓટીપી મેળવવાનો રહેશે.

NSEએ જૂનમાં જાહેર કર્યો હતો પરિપત્ર

NSEએ પોતાના સર્ક્યુલરમાં કહ્યું છે કે, જો કોઈ પણ કારણસર બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન શક્ય નથી તો યૂઝર્સે નોલેજ ફેક્ટરનો ઉપયોગ કરવો પડશે. જેમાં પાસવર્ડ/પિન, પઝેશન ફેક્ટર અને યુઝર આઇડી હોઇ શકે છે. આ માહિતીનો ઉપયોગ ટુ-ફેસ ઓથેન્ટિકેશન તરીકે થવો જોઈએ. નિષ્ણાતો કહે છે કે મોટાભાગના સ્ટોક બ્રોકરો સેકન્ડ ઓથેન્ટિકેશન ફેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં પાસવર્ડનો સમાવેશ થતો નથી.

આ પણ વાંચોઃ Expert Advice on Small Cap Stocks: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે આ અંગે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના 2018ના પરિપત્રને ટાંક્યો છે. સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલા આ સર્ક્યુલરમાં ઓથેન્ટિકેશન ફેક્ટર્સ વિશે આ ફર્ક જણાવવામાં આવ્યો છે. તેથી, NSE માટે 30 સપ્ટેમ્બરથી લોગ ઇન કરવા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?

તમામ સ્ટોક બ્રોકરોએ તેમના ગ્રાહકોને આ અંગે જાણ કરવાનું શરૂ કર્યું છે. જીરોધાએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, એક્સચેન્જના નવા નિયમો અનુસાર, 30 સપ્ટેમ્બર પહેલાં ડીમેટ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે ઓટીપી ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન જરૂરી છે. જો આમ નહીં થાય તો ગ્રાહકો ટ્રેડિંગ પ્લેટફોર્મનો ઉપયોગ નહીં કરી શકે.

અહીં ઉલ્લેખનિય છે કે, આ સુવિધાના કારણે શેરબજારના રોકાણકારોના નાણાંની સુરક્ષામાં વધારો થશે, મહિનાના અંત સુધીમાં રોકાણકારો આ પ્રક્રિયાનો ભાગ બની શકે છે.

First published:

Tags: BSE Sensex, Business news, Demat Account, Share market, Stock market



Source link

Leave a Comment