Table of Contents
કાર ઊભી ના રાખતા પોલીસે પીછો કર્યો
આ દરમિયાન પાછળની સીટમાં બેસેલા બે વ્યક્તિ હિન્દીમાં હમે બચાલો હમે બચા લો હમકો ઇન લોગો ને કિડનેપ કીયા હૈની બૂમો પાડતા હતા. ત્યારે પોલીસે કારને ઘેરી લઈને કારની ચાવી કાઢી લીઘી હતી. ત્યારબાદ બંને વ્યક્તિઓને બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી પરમિટ વગરની લોખંડની પિસ્તોલ, 3 કારતૂસ, એક છરો, સ્કોડા કાર, મોબાઈલ સહિત કુલ 4.41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ મેહુલ બોઘરા પર ખંડણી-એટ્રોસિટીનો કેસ કરનાર પોલીસને HCની નોટિસ
એક કરોડની માગ કરી કારમાં બેસાડ્યા હતા
મળતી માહિતી પ્રમાણે, યોગેશભાઈ ભાલેરાવસ મહેન્દ્ર ગાયકવાડ રાતના સાડા આઠ વાગ્યા આસપાસ કારમાં બેસવા જતા હતા. ત્યારે અચાનક ચાર શખ્સોએ પાસે આવીને જબરદસ્તી કરી હતી અને અમને ગાડીની સીટમાં પાછળ ધકેલીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધમકાવ્યા હતા. ત્યારબાદ અમારી પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી અમને સાપુતારા લઈ આવ્યાં હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાંથી ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ, 15 કરોડ ખંડણી માગી
આરોપીઓના નામ
1. વિનીત પુંડલીક ઝાલ્ટે, નાસિક
2. વિનોદ ઉર્ફે સાંઈરામ વિષ્ણુ ડાગળે, નાસિક
3. સંતોષ મારુતિ શિંદે, થાણે
4. રાહુલ કૃષ્ણકાંત ઘાયવટ, મુંબઈ
5. ભારત દતાત્રય દેઓરે, નાસિક
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kidnapping Case, Saputara