નાણા મંત્રાલય આ કાર્યક્રમને લંબાવવાની તરફેણમાં નથી. કારણ કે તે મહામારી દરમિયાન સંકુચિત બનેલા બજેટ ખાધ પર દબાણ ઉભું કરે છે. અંતિમ નિર્ણય અન્ય વિકલ્પો પર વિચાર કરી રહેલા પીએમ મોદીની ઓફિસ દ્વારા લેવામાં આવશે. જેમ કે, તહેવારોની સિઝન અને સ્થાનિક ચૂંટણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછા બીજા ક્વાર્ટર માટે ફ્રીબીઝ રાખવા કે નહીં.
મોદી એક અસામાન્ય પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોમાંના એક તો લાખો લોકોની દુર્દશાને દૂર કરવા માટે મફત અનાજ (Free Food) આપવું, ઊંચો બેરોજગારી દર, આવકની અસમાનતા અને લોકશાહી રાજકારણથી ઘેરાયેલા તેજીવાળા ભારતના લાભો ફેલાવવામાં સરકારના સંઘર્ષને દેખાડવો વગેરે.
આ પણ વાંચોઃ સપ્ટેમ્બર પછી પણ મળશે 5 કિલો ફ્રી રાશન, મોદી સરકારનું આયોજન
ફૂડ પ્રોગ્રામ રોકવો મોદી માટે સરળ વિકલ્પ નહીં હોય. તેમની ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશ સહિત મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માગે છે. જ્યાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. નવી દિલ્હીમાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝના પ્રોફેસર સંજય કુમારે જણાવ્યું હતું કે, ‘જો તમે તેને બંધ કરશો તો તે ચોક્કસપણે લોકોની મતદાન પસંદગી પર થોડી નકારાત્મક અસર કરશે.’ આ ઉપરાંત કુમારે ઉમેર્યું હતું કે, ‘નિઃશુલ્ક ખાદ્ય યોજનાનો લાભ મેળવનારા મોટી સંખ્યામાં મતદારોએ આ વર્ષની શરૂઆતમાં દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં શાસક ભાજપને મત આપ્યો હતો.’
લોકપ્રિય પરંતુ ખર્ચાળ નીતિ
આ ફૂડ પોલિસી નિઃસંકોચ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તેને ટકાવી રાખવી ખૂબ જ ખર્ચાળ છે અને સસ્તા અનાજના વિપુલ પુરવઠાની જરૂરિયાતમાં પણ વધારો કરે છે. આ વર્ષે અનિયમિત હવામાનને કારણે પાકને નુકસાન થયા બાદ ભારતે ઘઉં અને ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. ખાદ્યચીજોના ભાવ પર દબાણ વધ્યું છે અને વૈશ્વિક કૃષિ બજારોમાં ખળભળાટ મચ્યો છે.
આ પણ વાંચોઃ મફત આપવાના વચનો ભારતને આર્થિક રીતે નુકસાન પહોંચાડે છે?
અમુક લોકોએ જણાવ્યા અનુસાર, હજુ છ મહિના સુધી અન્ન યોજના ચલાવવાથી બજેટમાંથી વધુ 700 અબજ રૂપિયા નીકળી જશે. જે માર્ચ 2023માં પૂરા થતા નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાદ્યને કુલ ઘરેલું ઉત્પાદનના 6.4% સુધી ઘટાડવાના સરકારના લક્ષ્યાંક માટે જોખમ ઉભું કરી શકે છે, જે અગાઉ 6.9% અને મહામારીના પ્રથમ વર્ષમાં રેકોર્ડ 9.2% હતું. લોકોએ કહ્યું કે, એ પણ શક્ય છે કે વડાપ્રધાન કાર્યાલય આપવામાં આવતી ફ્રીબીઝનું પ્રમાણ ઘટાડી દે.
ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સોમવારે જણાવ્યું હતું કે, ‘આ મોટા નિર્ણયો છે, જેના પર સરકાર નિર્ણય લેશે. અત્યારે હું કશું જ કહી શકું તેમ નથી.’ નાણા મંત્રાલયના પ્રવક્તાએ જ્યારે આ મુદ્દે પોતાની સ્થિતિની પુષ્ટિ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે વડાપ્રધાનના કાર્યાલયે આ અંગે સ્પષ્ટતા માંગતા ઇમેઇલનો જવાબ આપ્યો ન હતો.
ખાદ્યચીજોની કિંમતો
પ્રસન્ના અનંતસુબ્રમણ્યમની આગેવાની હેઠળના ICICI સિક્યોરિટીઝ લિમિટેડના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ‘આ યોજના ચાલુ રાખવાથી આવતા વર્ષ સુધીમાં અનાજના સ્ટોકમાં ઘટાડો થઈ શકે છે. સરકાર માટે એક વિકલ્પ એ છે કે કેન્દ્રીય બેંકોમાંથી એક ફંડ બહાર કાઢવું અને મફત અનાજ યોજનાને ‘ટેપર’ કરવી.’
આ પણ વાંચોઃ સરકારી અનાજનો જથ્થો ગરીબના પેટમાં નહીં પણ કચરામાં ગયો
પ્રોગ્રામ પરના નિર્ણયથી ફુગાવાને પણ અસર થઈ શકે છે. ચોખા અને ઘઉંના ભાવ, જે ભારતના છૂટક ફુગાવાના 10% જેટલાં છે, હીટવેવ અને ખરાબ ચોમાસા વચ્ચે ઓછા ઉત્પાદનને કારણે તેજી જોવા મળી રહી છે. દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રમાં વર્ષના પ્રારંભથી ભાવમાં વધારો કેન્દ્રીય બેંકની 6% ટોચમર્યાદાથી ઉપર છે.
જો પ્રોગ્રામ પૂરો થાય છે, તો ગ્રાહકોએ બજારમાંથી અનાજ ખરીદવું પડશે. સંભવિત રીતે ભાવમાં વધુ વધારો થશે અને ફુગાવાને ઠંડો પાડવાના કેન્દ્રીય બેંકના પ્રયાસો સામે નવો પડકાર ઊભો થશે. નવી દિલ્હીના આરતી જેરાથે જણાવ્યું હતું કે, ‘મોદી માટે તે એક મોટી મૂંઝવણ છે. કારણ કે તેમણે અર્થતંત્રને સંતુલિત કરવા, દેશમાં ફ્રીબી કલ્ચરનો અંત લાવવા અને આ યોજનામાંથી ચૂંટણીલક્ષી લાભનું બલિદાન આપવા જેવા પરિબળોના આધારે નિર્ણય લેવાનો છે.’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર