આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સેટેલાઇટ બનાવવા જઇ રહ્યા છે. GTUના 60 વિદ્યાર્થીઓને સોનેરી તક મળશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની મદદથી સેટેલાઇટ બનાવામાં આવશે. જે માટે સરકાર તરફથી 20 ટકા અને યુનિવર્સિટી 80 ખર્ચો ભોગવશે. વિધાર્થીઓએ બનાવેલા આ સેટેલાઇટ ઈસરોની મદદથી સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે. અવકાશમાં એક સાથે 75 સેટેલાઇટ ક્લાઈમેટ ચેન્જ અને વિવિધ રિસર્ચ માટે તરતા મુકવામાં આવશે.
આ પણ વાંચો: ધંધુકા બગોદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વધુ એક સ્વપ્ન સાકાર કરવા વિદ્યાર્થીઓ સેટેલાઇટ બનાવશે. GTUના કુલપતિ નવીન શેઠએ જણાવ્યું કે, રાજ્યની બે સરકારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકો સાથે કામ કરવાની તક મળશે. GTU દ્વારા છોડવામાં આવનાર સેટેલાઈટ કલાઇમેટ ચેન્જ ક્ષેત્રે સંશોધન કરશે. સેટેલાઈટના તમામ ડેટા GTUના કેમ્પસમાં રિસીવ થશે. સેટેલાઈટના ડેટા રિસીવ કરવા માટે 2 હજાર સ્કેવર ફૂટની જગ્યામાં સેટઅપ તૈયાર કરાશે. 1 સેટેલાઈટ લોન્ચ કરવા માટે અંદાજે કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 80 ટકા ખર્ચ જે તે યુનિવર્સિટી ભોગવશે, જ્યારે 20 ટકા ખર્ચ માટે રાજ્ય સરકાર મદદ કરશે. ભારત સરકાર દ્વારા સ્પેસ ટેકનોલોજીના જે કામ થઈ રહ્યા છે, તેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.
ઓપન સિલેકશનના માધ્યમથી 60 જેટલા GTU હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટમાં કામ કરવાની તક અપાશે. 6 મહિનામાં સેટેલાઈટ લોન્ચિંગ માટેની કામગીરી પૂરી કરીને એક વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. ISRO સહિતની તકનિકી સંસ્થાઓ વિદ્યાર્થીઓને મદદ કરશે. સેટલાઈટ બનાવવામાં અને છોડ્યા બાદ કોઈ ટેકનિકલ ખામી આવે તેમાં ISROના વૈજ્ઞાનિકો મદદ કરશે. સેટેલાઈટના જે ડેટા હશે, એ GTU કેમ્પસમાં બનાવેલા સેટઅપમાં રિસીવ થશે. સોફ્ટવેરમાં આવેલા ડેટાનું એનાલિસિસ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને એવિએશન અને સ્પેસમાં વધુ રુચિ જાગે તે માટેનો અનોખો પ્રયાસ હાથ ઘરવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat News, Gujarat Technological University, Gujarat University’s, Satellite