Forever Star India Forever Mrs India 2021 Locks her husband


અમદાવાદ: ભૂતપૂર્વ બ્યૂટી કોન્ટેસ્ટની વિજેતાએ તેના પતિને ક્રેડિટ કાર્ડના ઝઘડાને કારણે લૉક કરી દીધો હતો. પરિણામે બાદમાં પતિએ પોલીસને ફોન કરીને પોતાને મુક્ત કરાવવા માટે મદદ લીધી હતી. જેથી અમદાવાદની ચાંદખેડા પોલીસે (Chandkheda Police) પતિને છોડાવ્યો હતો અને બાદમાં દંપતી વચ્ચેના ઝઘડા (Husband-wife Fight)ને શાંત કરવા પ્રયાસો કર્યા હતા.

પતિને 10 કલાક સુધી પૂરી રાખ્યો રૂમમાં

અમદાવાદ મીરરના અહેવાલ પ્રમાણએ ઈન્દ્રાણી કોંવર, જેને ફોરએવર સ્ટાર ઈન્ડિયા - ફોરએવર મિસિસ ઈન્ડિયા 2021 સેકન્ડ રનર-અપનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, તેણીએ મંગળવારે ક્રેડિટ કાર્ડની દલીલને લઈને તેના પતિ રોટી કોંવરને 10 કલાકથી વધુ સમય માટે એક રૂમમાં બંધ કરી દીધો હતો.

મહિલાના 62 વર્ષીય પતિએ શરૂઆતમાં ઇન્દ્રાણીને આજીજી કરી હતી કે તેને છોડી દે. જ્યારે તેણીએ ના પાડી, ત્યારે તેણે તેમની સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો, જેમાં તેને પોલીસને બોલાવવાનો મેસેજ કર્યો હતો. આ કપલ મોટેરા ખાતે શરણ સ્ટેટસમાં રહે છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે, જે કેનેડામાં રહે છે.

પત્ની પૈસા બાબતે કરે છે ઝઘડા

આ ઘટના વિશે વાત કરતાં રોટીએ મિરરને જણાવ્યું હતું કે તેની પત્ની હંમેશાં પૈસા માંગે છે. રોટીએ જણાવ્યું કે, “ઘણીવાર ક્રેડિટ કાર્ડમાંથી મોટાપાયે ખર્ચ કરવામાં આવે છે, જે મને પેન્શનર તરીકે પરવડે તેમ નથી. અમારું લગ્નજીવન સુખી હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી વસ્તુઓ બદલાઈ ગઈ છે.” રોટીએ આગળ જણાવ્યું કે, “અમે છેલ્લા એક વર્ષથી એકબીજા પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે અને અમારા લગ્નને 38 વર્ષ થઈ ગયા છે. તે અલગ રહેવા માંગે છે.”

પહેલા પણ થઇ ચૂક્યા છે ઝઘડા

રોટીએ કહ્યું કે, 2022માં તેમની વચ્ચે એકવાર જોરદાર ઝઘડો થયો હતો. જેમાં તેના લગ્નમાં પહેલીવાર મારામારી થઇ હતી. તેણે કહ્યું કે, “મને તેનો ખૂબ પસ્તાવો થયો અને ફરી ક્યારેય એવું કર્યું નથી,” ત્યારે પણ પોલીસને બોલાવવી પડી હતી. ઈન્દ્રાણી (ઉ.વ. 51)એ કહ્યું કે તેણીએ સૌંદર્ય સ્પર્ધા જીત્યા બાદ તેના પતિનું વલણ બદલાઈ ગયું હતું. તેણીએ કહ્યું “તે મારી પાસે સોગંદ લેવડાવે છે, આડકતરી રીતે મારી પ્રામાણિકતા અને ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે.”

ઇન્દ્રાણીએ કહ્યું કે, “હું સ્પર્ધાના ઓનલાઈન ઓડિશનની તૈયારી કરી રહી હતી, ત્યારે તેણે મને એક મહિના માટે છોડી દીધી હતી. તે મને પૈસા વાપરવા આપતો નથી. જો મારું યોગદાન નાણાકીય ન હોય તો પણ મેં તેને ઘર આપવા માટે સખત મહેનત કરી છે. હું દર વખતે તેની પાસે પૈસા માંગી શકતી નથી.”

આ પણ વાંચો: રેવન્યૂ તલાટી પતિએ પત્નીને ત્રાસ આપતા કહ્યું- બાળક મારૂ નથી DNA ટેસ્ટ કરાવો

ક્રેડિટ કાર્ડ બાબતે થયો હતો ઝઘડો

તેણીએ સ્વીકાર્યું કે, ક્રેડિટ કાર્ડ અંગે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને તેણીએ તેને લાંબા સમય સુધી ઓરડાની બહાર જવા દીધો ન હતો. “ક્રેડિટ કાર્ડ તેના નામે છે. હું જે પ્રગતિ કરી રહી છું તેનાથી મારા બાળકો ખુશ છે. હું માનસિક શાંતિ પસંદ કરું છું અને અલગ રહેવા માંગુ છું, “તેણીએ કહ્યું.

“જો તે સારો હોય તો હું તેની સાથે રહી શકું છું. દરરોજ ત્રાસ સહન કરવા કરતાં અલગ રહેવું વધુ સારું છે, “તેણીએ કહ્યું. સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે તે દંપતી વચ્ચેનો ઘરેલું મુદ્દો છે. જો કે તેઓએ કહ્યું હતું કે જે ઝઘડાઓ થાય છે જેના પરિણામે પોલીસને બોલાવવામાં આવે છે.

ચાંદખેડા પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ વણઝારાએ જણાવ્યું હતું કે, આ દંપતીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું અને પત્ની તેના પતિ સાથે રહેવા માંગતી નથી. વણઝારાએ જણાવ્યું હતું કે, “તેઓએ આ મામલાનો કોર્ટમાં નિકાલ લાવવાનો નિર્ણય લીધો છે.”

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vinod Zankhaliya

First published:

Tags: Husband, Wife, અમદાવાદ, પોલીસ



Source link

Leave a Comment