Gadhkada village last village in India freed from Nawab rule dr – News18 Gujarati


Abhishek Gondaliya, Amreli: ભારતમાંથી અંગ્રેજોને કાઢવામાં આવ્યા ત્યારે રાજાશાહીમાંથી અખંડ ભારત કરવા માટે અનેક રાજવીઓએ પોતાના રજવાડા અખંડ ભારત માટે સમર્પિત કર્યા હતા. ત્યારે સાવરકુંડલા તાલુકાનું ગાધકડા ગામ જે જૂનાગઢ નવાબના રાજ નીચે આવતું હતું. ત્યારે આરજી હુકુમતના લડવૈયાઓએઆ ગામ ઉપર કબજો કરી દેશને સમર્પિત કર્યું હતું. સાવરકુંડલા તાલુકાનું ગાધકડા ગામ ગાધકડા કાઠી ખુમાણનું હતુ. ત્યારબાદ ગાધકડા ગામ જૂનાગઢ નવાબે કબજે કર્યું હતું. ગાધકડા ગામ ચારે બાજુ કિલ્લો, ચાર મુખ્ય દરવાજા સાત કોઠાઓ હતા. તે કિલ્લાની વચ્ચે લોકો રહેતા હતા આજે પણ ગાધકડા ગામની ચારે બાજુ કિલ્લાનો કોટ આવેલો છે, પરંતુ સમયાંતરે જર્જરીત થયો છે. અનેક રાજવીઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાના રજવાડા દેશને સમર્પિત કર્યા હતા. ત્યારે જૂનાગઢ નવાબના કબજામાં હાલના અમરેલી જિલ્લાનું ગાધકડા હતું.

આઝાદીના લડવૈયાઓએ અખંડ ભારત બનાવવા માટે આઝાદીની ચળવળ શરૂ કરી હતી. નવાબ સામે પ્રથમ બળવો નાગેશ્રી ગામના સુરગભાઈ વરુ કર્યો હતો. સુરગભાઈ વરુ વાઘણીયા સ્ટેટની નોકરી કરતા હતા. ભારતની આઝાદીની ચળવળ માટે પોતે રાજીનામું આપ્યું આરજી હુકુમતના સેનાપતિ બન્યા. ગાધકડાને કબજો સર કરવા આરજી હુકુમતના લડવૈયા દેવાતભાઈ વરુ લલુભાઈ શેઠ અમુલખભાઈ ખીમાણી હીરાભાઈ મગિયા કેશુભાઈ ભાવસરની આગેવાનીમાં ગાધકડા ગામનો કિલ્લો કબજો લીધો. ગાધકાડાના કિલ્લા ઉપર પ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સુરગભાઈ વરુ પ્રથમ ઉના બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદમાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારે લલ્લુભાઈ શેઠ તેઓ પણ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. આજે મૂલ્યવાન આઝાદી મેળવવા માટે અનેક મહાપુરુષોએ આઝાદીની લડતમાં જોડાયા હતા આજે હયાત નથી. પણ તેમના ઇતિહાસો હજુ પણ ઇતિહાસ ના પાના ઉપર અમર છે.

ગાધકાડા ગામ જૂનાગઢ નવાબના નીચે હતું ત્યારે જેમના પૂર્વજો નોકરી કરતા હતા, તે પરિવાર આજે પણ હયાત ગાધકાડા ગામમાં હયાત છે. ગાધકડાનો કબજો જૂનાગઢ નવાબને 1780માં મળ્યો હતો ગાધકડાનો કિલ્લો 1780માં બનાવવાનું શરૂ કર્યું હતું. આશરે 25 વર્ષ આ કિલ્લાનું કામ ચાલુ હતું 1805માં કિલ્લો તૈયાર થયો હતો. 1947માં આઝાદી મળી ત્યારે અખંડ ભારતમાં ગાધકડા ભળી ગયું ત્યારે મોહમ્મદ અલી બક્સ કરાચીમાં નવાબ પાસે જઈને ગાધકડાની સહી લઈ આવ્યા હતા. ભારત સરકારે મોહમ્મદ અલી બકસને સર બહાદુરનો ઇન્કલાબ આપ્યો હતો. આજે પણ તેમનું એ સમયનું મકાન યથાવત ગાધકડામાં ગામ છે 1947માં અખંડ ભારતને આરજી હુકુમતના લડવૈયાએ અખંડ ભારતને સમર્પિત કર્યું હતું.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં ડ્રેગન ફ્રૂટની ખેતી જોઇ આ ખેડૂતે વતનમાં વાવેતર કર્યું, આવી રીતે કરે છે ખેતી

નવાબી શાસન દરમિયાન અહીંના લોકોના પૂર્વજો આ રાજમાં નોકરી કરતા હતા અને વેપાર કરતા હતા. ત્યારે આ કિલ્લાના દરવાજોની રખેવાળી પણ અહીંના લોકોના પૂર્વજો કરતા હતા. આજે પણ આ કિલ્લાની વચ્ચે ગાધકડા ગામ વસવાટ કરે છે. ત્યારે અનેક મહાપુરુષોએ આઝાદી માટે પોતપોતાની રીતે મૂલ્યવાન આઝાદી મેળવવા લડત લડ્યા હતા આજે પણ આઝાદીના લડવૈયાની યાદો જીવિત છે.

ગાધકડા ગામ વેપાર માટે નવાબ શાસનમાં મુખ્ય મથક ગણવામાં આવતુ હતુ. કિલ્લાની અંદર ખાંડનો ભાવ ₹2 હતો. જ્યારે કિલ્લાની બહાર બે બોર્ડર લાગતા હોવાને લઈને ખાંડનો ભાવ ત્રણ રૂપિયા અને ચાર રૂપિયા લેવામાં આવતો હતો.કિલ્લાની બહાર ભાવનગર શાસન શ્રીકૃષ્ણકુમારસિંહજીનું શાસન હતું તો ગામની ડાબી બાજુ ગાયકવાડી શાસન હતું.

સાવરકુંડલાના ઇતિહાસકાર મંગલુભાઈ ખુમાણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વોરા સમાજ અને ખોજા સમાજના લોકો રાષ્ટ્રનું ગૌરવ ધરાવે છે. જેને લઇને ઇંગ્લેન્ડમાં પણ ખોજા સમાજ અને વોરા સમાજ દ્વારા ગાધકડા નામનો રોડ બનાવવામાં આવ્યો. સાથે મહુવા ખાતે પણ ગાધકડા બજાર નામ પણ આપવામાં આવ્યું છે.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Amreli News, History, Savarkundala, અમરેલી, સાવરકુંડલા



Source link

Leave a Comment