પીડિતાને બંધક બનાવી ઘણા દિવસ સુધી રેપ કર્યો
પીડિત છોકરીએ કહ્યું કે તે 9 સપ્ટેમ્બરે તેના આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા માટે બજારમાં ગઈ હતી. ત્યારે જ સાકિબ તેના ત્રણ સાથીઓની સાથે તેને કિડનેપ કરીને કાનપુર લઈ ગયો હતો. ત્યાં તેને બંધક બનાવીને ઘણા દિવસો સુધી રેપ કર્યો હતો. પછીથી પકડાઈ જવાના ભયના કારણે આરોપી પીડિતાને લઈને મેરઠ આવી ગયો હતો. અહીં તેણે એક ભાડાના મકાનમાં છોકરીને કેફી વસ્તુ ખવડાવીને બંધક રાખી હતી. તે છેલ્લા 9 દિવસથી તેની પર રેપ કરીને અશ્લીલ વીડિયો બનાવતો હતો. પછીથી તે વીડિયોને વાઈરલ કરવાની ધમકી આપીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન માટે તેની પર દબાણ કરી રહ્યો હતો. છોકરીએ ધર્મ પરિવર્તન કરવાથી ઈન્કાર કરતા આરોપી સતત તેને ધમકાવતો હતો.
પોલીસ કાર્યવાહીથી પરિવારના સભ્યો નારાજ
રવિવારે અચાનક જ ફતેહપુર પોલીસ તેની પાસે પહોંચી. પોલીસ આરોપી સાકિબની ધરપકડ કરીને તેને ફતેહપુર લઈ આવી. પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને તેને મેડિકલ પરિક્ષણ માટે હોસ્પિટલમાં મોકલી. બીજી તરફ આરોપી સાકિબને પોલીસે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. આ મામલાની પોલીસ કાર્યવાહીથી પીડિતાના પરિવારના સભ્યો નારાજ છે.
પરિવારે ચાર વ્યક્તિઓ સામે કેસ કર્યો
પરિવારના સભ્યોનો આરોપ છે કે તેમણે ચાર વ્યક્તિઓની સામે કેસ નોંધાવ્યો હતો. પોલીસે આ મામલાના એક આરોપીની ધરપકડ કરીને તેને જેલ ભેગો કર્યો છે. જ્યારે ત્રણ આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી છોડી દેવામાં આવ્યા છે. પીડિતાના પરિવારના સભ્યોએ આ મામલાની ફરિયાદ એસપીને કરવાની વાત કહી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનામાં હજી પોલીસ અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Kidnap, Kidnaping, Kidnapping Case