રીક્ષા આડી ઉભી રાખીને બાળકીને રોકી
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના શહેરના રાતીબડ વિસ્તારના રાજા ઢાબાની નજીકની છે. અહીં એક 11 વર્ષની એક છોકરી તેની નાની બહેનને સ્કુલેથી લેવા માટે રોજ સાઈકલ લઈને જાય છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી એક લોડર ઓટો રિક્ષા તેનો પીછો કરી રહી હતી. તેમાં બે છોકરાઓ બેસી રહે છે. શનિવારે રોજના ક્રમ પ્રમાણે તે પોતાની બહેનને લેવા માટે જઈ રહી હતી. આ દરમિયાન યુવકોએ ઓટો આડી ઉભી રાખીને તેની સાઈકલ રોકી હતી. યુવકોએ જબરજસ્તીથી બાળકી સાથે વાત કરવાની કોશિશ કરી હતી.
પોલીસને જોઈને આરોપીઓ ભાગી ગયા
યુવકોએ બાળકીને રોક્યા પછીથી તેને જબરજસ્તીથી ઓટોમાં ખેંચી જવાની કોશિશ કરી હતી. જોકે આ દરમિયાન પોલીસની એક કાર આવી જતા, તમામ આરોપીઓ ઘટના સ્થળેથી નાસી ગયા હતા. આ ઘટના પછીથી પીડિતાએ તેમના પરિવારના સભ્યોને સાથે રાખીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ હજી સુધી આરોપીઓની ઓળખ થઈ નથી. હાલ પોલીસને આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાંથી પણ કોઈ સહાયતા મળી નથી.
હજી સુધી ઓટોની પણ કોઈ ભાળ મળી નથી
પોલીસના જણાવ્યા મુજબ પીડિતાએ હજી સુધી આરોપીઓની કોઈ ઓળખ આપી નથી. પોલીસ હાલ પીડિતા પાસેથી આરોપીઓ બાબતે જાણીને તેનો એક સ્કેચ બનાવી રહી છે, જેથી તેને પકડવામાં સરળતા રહે. જોકે હાલ પોલીસને આરોપીઓને શોધવામાં કોઈ સફળતા મળી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર