Golden opportunity to join as Life Insurance Agent with Indian Postal Department.PSP – News18 Gujarati


Prashant Samtani, Panchmahal:નોકરી તથા વેપારની શોધ કરી રહેલા યુવાનો માટે ભારતીય ટપાલ વિભાગ ના પંચમહાલ ડિવિઝન દ્વારા જીવન વીમા એજંટ તરીકે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે 30 સપ્ટેમ્બર ના રોજ વૉક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે.દેશ ના સૌથી મોટાં સરકારી વિભાગ માંથી એક ભારતીય ટપાલ વિભાગ માં કામ કરવું એ ઘણા નોજવાનો નું સ્વપ્ન હોંય છે, ભારતીય ટપાલ વિભાગ ના પંચમહાલ ડીવીીઝન ધ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસીસની કચેરી, પંચમહાલ ડીવીઝન, ગોધરા ખાતે ટપાલ જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુનું તા.૩૦.૦૯.૨૦૨૨ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. વૉક ઇન ઇન્ટરવ્યુ નો સમય સવારે 11 વાગ્યા થી બપોર ના 3 વાગ્યા સુધી નો રહેશે.

વૉક ઇન ઇન્ટરવ્યુ સમયે સાથે શું શું રાખવું? -ઉમેદવારોએ પોતાના બાયો ડેટા,ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનો (જો હોય તો) દાખલો લાવવાના રહેશે .

વૉક ઇન ઇન્ટરવ્યુ આપવા માટે ની લાયકાત - ઉમેદવાર ધો. ૧૦ મું પાસ કે તેને સમકક્ષ હોવા જોઈએ. (કેન્દ્ર/રાજ્ય સરકાર દ્રારા માન્યતા પ્રાપ્ત પરીક્ષા) (2) ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ ની હોવી જોઈએ.

વૉક ઇન ઇન્ટરવ્યુ કોણ આપી શકે છે ? -એક્સ લાઇફ એડવાઇઝરો આંગણવાડી કાર્યકરો, મહિલામંડળ કાર્યકરો,સ્વ સહાય જુથના કાર્યકરો એક્સ સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકશે.

ટપાલ જીવન વિમા-ગ્રામીણ ટપાલ જીવન વિમા એજન્ટ બનવા માટે જરૂરી સ્કિલ્સ - (1)પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનાં રહેવાસી હોવા જોઈએ. (2) ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ હોવો જોઈએ. (3) કોમ્પ્યુટરમાં જાણકાર હોવા જોઈએ. (4) સ્થાનિક જગ્યાના જાણકાર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

ખાસ નોંધ -કોઈપણ જીવન વીમામાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ, આર.પી.એલ. આઈની એજન્સી મળવાપાત્ર નથી.

એજંટ તરીકે જોડાઈ કરવાની કામગીરી - ટપાલ વિભાગ ની ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ નું વેચાણ કરવું.

એજંટ ની આવક - ટપાલ વિભાગ ની ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ના વેચાણ પર નિયત કરવામાં આવેલ કમિશન.

કામ કરવાનો સમય -એજંટ તરીકે જોડાઈ કામ કરવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી, તમે તમારા સમય સંજોગો મુજબ ટપાલ વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલ ઈન્સ્યોરેંસ પ્રોડક્ટસ ને પોતાના સંબંધીઓ, મિત્રો અથવા સર્કલ ના લોકો ને વેચાણ કરી એક સારી આવક નું સાધન ઊભું કરી શકો છો.

તમારા શહેરમાંથી (પંચમહાલ)

First published:

Tags: Indian Post office, Jobs and Career, Panchamahal News, Walk in Interview



Source link

Leave a Comment