Government jobs vacancy in Health sector in dwarka district jsv dr – News18 Gujarati


Sanjay Vaghela, Jamnagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા પ્રમાણમાં સરકારી નોકરી માટે ભાટી બહાર પાડવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં નેશનલ હેલ્થ મિશન અંર્તગત 11 માસના કરારના ધોરણે ફીકસ માસીક પગારથી નીચે જણાવ્યા મુજબની જગ્યા ભરવાની થાય છે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટે જરૂરી લાયકાત, કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.

(1) એન.એચ.એમ.આયુષ તબીબ (BAMS), કુલ જગ્યાઃ 05, માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/ BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમીયોપેથીક/આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન. આ જગ્યા માટે 25,000 ફિક્સ વેતન આપવામાં આવશે.

(2) આર.બી.એસ.કે. આયુષ તબીબ (BAMS) પુરૂષ, કુલ જથ્થો : 02, માન્યતા પ્રાપ્ત કોલેજ / યુનિવર્સીટીથી BAMS/ BHMSની ડીગ્રી તથા ગુજરાત હોમીયોપેથીક /આયુર્વેદિક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન. આ જગ્યા માટે 25,000 ફિક્સ વેતન આપવામાં આવશે.

(3) આર.બી.એસ.કે. આયુષ તબીબ (BAMS) સ્ત્રી, કુલ જગ્યા : 02, માન્ય યુર્નવસીટી/કોલેજથી ફાર્માસી ડીગ્રી કોર્ષ (B.Pharm/ D.Pharm) કરેલ હોવો જોઈએ અને ગુજરાત ફાર્મા કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવુ જોઈએ તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરની લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા માટે 13,000 ફિક્સ વેતન આપવામાં આવશે.

(4) આર.બી.એસ.કે. આયુષ તબીબ (BHMS) પુરૂષ, કુલ જગ્યા : 01, 10 ધોરણ પાસની સાથે ગર્વમેન્ટ આઈ.ટી.આઈ માથી રેફીજરેટર અને એરકંડીશન નો કોર્ષ કરેલ હોવો જોઈએ તેમજ 2 વર્ષનો અનુભવ આવકાર્ય છે, આ જગ્યા માટે 10,000 ફિક્સ વેતન આપવામાં આવશે.

(5) આર.બી.એસ.કે. ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ, કુલ જગ્યા : 07

(6) કોલ્ડ ચેઈન ટેક-નીયન(જિલ્લા કક્ષાએ), કુલ જગ્યા ઃ 01

(7) સ્ટાફ નર્સ(આર.સી.એ.), કુલ જગ્યા : 07

(8) ન્યુટ્રીશન આસીસટન્ટ(ફકત મહિલા ઉમેદવાર), કુલ જગ્યા : 01

(9) સ્ટાફ નર્સ(એન.સી.ડી.), કુલ જગ્યા : 02

(10) ફિમેલ હેલ્થ વર્કર (એન.યુ.એચ.એમ.), કુલ જગ્યા,: 01

(11) ફિમેલ હેલ્થ વર્કર (જી.યુ.એચ.પી.), કુલ જગ્યા ઃ 03

(12) એલ.એચ.વી.પી.એચ.એન.(જી.યુ.એચ.પી.), કુલ જગ્યા ઃ 04

(13) સેનેટરી ઈન્સપેકટર (જી.યુ.એચ.પી.), કુલ જગ્યા : 02

અરજી કરવાની છેલ્લી તારીખ?

ઉકત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી કચેરી કામકાજના દિવસ-7 માં અરજી ફોર્મ તથા નિયત પ્રમાણપત્રો રજી. પોસ્ટ/ સ્પીડ રજી. પોસ્ટ મારફતે મેમ્બર રોટરી (DHS) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અને પ.કે. શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, ધરમપુર-વાલપુર રોડ, મુ.ધરમપુર,તાલુકો,પોસ્ટ – જામખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા (361305). સરનામે જણાવેલી શરતો અને બોલીઓની આધીન મોકલી આપવાના રહેશે.

આ પણ વાંચો: જામનગરના મનોદિવ્યાંગ બાળકોને કરાવવામાં આવી ખાસ યાત્રા

શરતો તથા ઉક્ત જગ્યાઓ માટે નિયત કરેય પ્રમાણપત્રોની સૂચિ https://devbhumidwarkadp.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી મેળવવાનું રહેશે. આ સિવાય અન્ય જરૂરી વિગત પણ આ વેબસાઈટ પરથી એક વખત જરૂર વાંચીને લેવી.

Published by:Santosh Kanojiya

First published:

Tags: Health આરોગ્ય, Jamnagar News, Jobs Vacancy, જામનગર સમાચાર, દેવભુમિ દ્વારકા



Source link

Leave a Comment