ગુજરાત સરકાર વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ક્યાંય કાચું કપાય જાય તેવું ઈચ્છતી નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆ પાટીલ પણ વારંવાર પોતાના કાર્યક્રમોમાં રખડતા ઢોરને લઈ જે તે શહેરના મેયરો ઉપર દોષનો ટોપલો ઢોળતા હતા પણ હવે તેઓ પણ પાણીમાં બેસી ગયા છે અને સરકાર કાયદો પાછો ખેંચે તેવી માગણી કરી રહ્યા છે. ત્યાં જ આજે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ રખડતા ઢોર નિયંત્રણ કાયદાનું બિલ પરત મોકલ્યુ છે. રાજ્યપાલની મજુરી માટે મોકલવામાં આવેલ બિલ પુનઃ વિચારણા માટે મોકલાયું છે.
આ પણ વાંચો- મહિલાએ નંબર આપવાની ના પાડી તો યુવકે કર્યો કુહાડીથી હુમલો!
ઉલ્લેખનિય છે કે, ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કકડી ઊઠી છે અને હવે ગમે ત્યારે આ કાયદો પાછો ખેંચાઈ શકે છે. માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતાં સરકાર હવે ભેખડે ભરાઈ હોય તેવી સ્થિતિ જાહેવા મળી રહી છે. અમદાવાદ સહીત મહાનગરોથી લઈ અન્ય પાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય બની ચૂક્યો હતો ત્યારે રાજ્ય સરકારે બજેટ સત્રના છેલ્લા દિવસે બહુમતીના જારે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પસાર કર્યો હતો.
આ પણ વાંચો- વઢવાણની આંગડીયા પેઢીમાં ધોળા દિવસે રૂ.71.44 લાખની લૂંટ
માલધારી સમાજે લાઇસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું હતું અને દંડની જાગવાઈ કરવામાં આવી હતી અને એફઆઈઆર પણ નોંધવાની જાગવાઈ કરવામાં આવી હતી. જો કે, રાજ્યભરમાં આ કાયદાના વિરોધમાં માલધારી સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો અને ઠેર ઠેર વિરોધ શરૂ થયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cattle seized, Gujarat Government, Stray Cattle, અમદાવાદ, ગુજરાત