ગોધરા શહેર માં વર્ષો થી આયોજિત થતાં ” મુક્તાનંદ ગરબા મહોત્સવ” લોકો વચ્ચે ખાસ આકર્ષણ જમાવતા હોંય છે , આ વર્ષે પણ ગરબા રસિકોની માંગને ધ્યાને લઇ આયોજકો દ્વારા, ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમા આવેલ મુક્તાનંદ સોસાઈટીમાં ભવ્ય શેરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ” મારી દીકરી, મારા આંગણે ” સૂત્ર ને સાથે લઈને હમેશાં થી શેરી ગરબાને જીવંત રાખવા માટે કામ કરતું ” સાઈ કૃષ્ણા યુવક મંડળ” એવું ઇચ્છે છે કે, દીકરી જ્યારે રાત ના સમયએ ગરબા રમવા જાય ત્યારે માતા પિતા ને ઘણું ટેન્શન થતું હોંય છે.
જેથી માતા પિતા ખુશીથી પોતાની દીકરીને કોઈ પણ પ્રકારની રૉક ટૉક વગર ગરબા રમવા મોકલે અને દીકરી પોતાના જ ઘર આંગણે પાર્ટીપ્લોટ ગરબા થી પણ વિશેષ ભવ્ય આયોજન વચ્ચે ગરબા રમી શકે તેવા શેરી ગરબાનું આયોજ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે.
એવું કહેવાય છે કે જો મધુર ગરબા સંગીતની સાથે સાથે નયનરમ્ય ડેકોરેશન પણ હોંય તો ગરબા રમવાની મજા બે ગણી થઈ જતી હોંય છે, ગરબા રસિકોને મધુર સંગીતની સાથે સાથે મુક્તાનંદ સોસાઈટીમાં આ વખતે સુંદર મજાનું ગામડાનું ડેકોરેશન પણ ગરબા રસિકોમા ભવ્ય આકર્ષણનું કેન્દ્ર બનનાર છે. ભવ્યથી અતિ ભવ્ય ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, લાઈટીંગ, અને ગરબા થી સુસજ્જ સાઈ કૃષ્ણા યુવક મંડળે ગોધરાની ગરબા પ્રેમી જનતા ને વિના મૂલ્યે ગરબા રમવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
ગોધરા શહેરમાં જુદા જુદા સ્થળે આયોજિત થનાર શેરી ગરબાઓમાં મુખ્યત્યે નીચે મુજબ છે.
- બામરોલી રોડ, મુક્તાનંદ સોસાઈટી શેરી ગરબા મહોત્સવ 2022
2. ચર્ચ રોડ, ચાચર ચોક ગરબા મહોત્સવ 2022
3. સાઇનસ કોલેજ રોડ, ચાંદની ચોક ગરબા મહોત્સવ 2022
4. કાછીયાવાડ ચોક, કાછીયાવાડ ગરબા મહોત્સવ 2022.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર