આ યાત્રા ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થાનોથી શરૂ થઈ 182 વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે અને કુલ પાંચ યાત્રા યોજવામાં આવશે. જેમાં ઝાંઝરકાથી સોમનાથનો પણ સમાવેશ થાય છે. આસ્થાના પ્રતિક સમા ઝાંઝરકાથી આ યાત્રા સોમનાથ આવશે અને સૌરાષ્ટ્રની 26 બેઠકો આવરી લેવામાં આવશે. આ વિસ્તારો એવા છે જે ખેતી આધારિત છે અને ખેતી લક્ષી સરકારી અને સંગઠનની કામગીરી મુદ્દે આ વિસ્તારમાં યાત્રા મારફત પ્રચાર કરવામાં આવશે.
આ પણ વાંચોઃ વિધાનસભાની ચૂંટણી પહેલાં સાવલી ભાજપના નેતા કોંગ્રેસમાં જોડાયા
Table of Contents
ગઈ ચૂંટણીમાં ભાજપને નુકસાન થયું હતું
ઝાંઝરકાથી શરૂ થઈને સોમનાથમાં પૂર્ણ થતી ગુજરાત ગૌરવ યાત્રાના માર્ગ પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખૂબ મોટું નુકસાન થયું હતું. ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાનો વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લામાં 2017 વિધાનસભામાં માત્ર કેશોદ બેઠક પર જ ભાજપનો ભગવો લહેરાયો હતો અને બાકીની તમામ બેઠકો કોંગ્રેસે લઈ લીધી હતી. જો કે, 2017 બાદ ઘણા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ પક્ષપલટો પણ કર્યો છે. જેમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અમુક બેઠકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતની નબળી ગણાતી બેઠકો માટે ભાજપનો શું છે માસ્ટર પ્લાન?
ભાજપે પાણી પહેલાં પાળ બાંધવાની નીતિ શરૂ કરી
તાજેતરમાં વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આમ ભલે કોંગ્રેસના બળવાખોરો રાજીનામું આપી ભાજપમાં જોડાય છે, પરંતુ 2022 વિધાનસભામાં ભાજપ આ તમામ બેઠકો પર કબજો મેળવવા અત્યારથી કમર કસી રહી છે. જેને ધ્યાને રાખીને આ વર્ષે ભાજપે પાણી પહેલાં પાળ બાંધવાની નીતિ શરૂ કરી છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગરના ઝાંઝરકાથી યાત્રા શરૂ થશે જે સોમનાથ ખાતે પૂર્ણ થશે.
ગૌરવયાત્રા પાંચ તબક્કામાં થશે
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ સોમનાથ, દ્વારકા, પોરબંદર સહિત ધાર્મિક સ્થાનોની મુલાકાત ચૂંટણી પૂર્વે લીધી હતી. જેનો ફાયદો કોંગ્રેસનો થયો અને તેના મોટાભાગના ઉમેદવારો ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ વર્ષે કોંગ્રેસ પહેલાં ભાજપે ધર્મસ્થાનોની જોડતી ગુજરાત ગૌરવ યાત્રા પાંચ તબક્કામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે પૈકીની એક યાત્રા સુરેન્દ્રનગરના ધર્મસ્થાન ઝાંઝરકાથી શરૂ થઈને સોમનાથ ખાતે પૂર્ણ થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર